- હોલીવુડ ફિલ્મ ડેડપૂલ એન્ડ વોલ્વરાઈની કમાણી વધી
- વિશ્વભરમાં 1000 કરોડનો આંકડો પાર કરી લીધો છે
- જ્યારે ભારતમાં 50 કરોડને પાર કરવા માટે તૈયાર છે
હોલીવુડ ફિલ્મોને ભારતીય સિનેમાઘરોમાં સફળ થવું મુશ્કેલ છે. કેમ કે દર અઠવાડિયે કોઈને કોઈ નવી ફિલ્મ રિલીઝ થાય છે, જેમાં બોલિવૂડ, સાઉથ અને પંજાબી ફિલ્મોના નામ સામેલ છે. પરંતુ 26 જુલાઈના રોજ ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ડેડપૂલ અને વોલ્વરાઈનનો ક્રેઝ દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. જ્યાં એડવાન્સ બુકિંગના હિસાબે ફિલ્મે લાખો ટિકિટ વેચી હતી. તો પ્રથમ દિવસનું કલેક્શન પણ જોવા જેવું હતું. પરંતુ હવે બે દિવસનું કલેક્શન જોયા બાદ તમે પણ વીકેન્ડમાં ફિલ્મ જોવાનું મન બનાવી લેશો.
પહેલા દિવસે 22.50 કરોડનું કલેક્શન હતું
બોક્સ ઓફિસ ટ્રેકર સેકનિલ્કના શરૂઆતી ડેટા અનુસાર, ડેડપૂલ અને વોલ્વરાઈને બીજા દિવસે 22.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જ્યારે પહેલા દિવસે આ આંકડો 22.50 કરોડ હતો. જેના કારણે ભારતમાં ફિલ્મનું કલેક્શન 43.50 કરોડ થઈ ગયું છે. વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે બે દિવસમાં 1000 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે જે રેકોર્ડ બ્રેક છે.
ડેડપૂલ અને વોલ્વરાઇન ડેડપૂલ સિરીઝની ત્રીજી ફિલ્મ છે
નોંધનીય છે કે MCUની ડેડપૂલ અને વોલ્વરાઇન ડેડપૂલ સિરીઝની ત્રીજી ફિલ્મ છે, જે ભારતમાં અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થઈ છે. તે 'ડેડપૂલ' (2016) અને 'ડેડપૂલ 2' (2018) ની સિક્વલ છે. જ્યારે હ્યુ જેકમેન લગભગ દસ ફિલ્મોમાં વોલ્વરાઈન તરીકે દેખાયા છે. આ સફર વર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ એક્સમેનથી શરૂ થઈ હતી. 2017માં આવેલા લોગાનને જોઈને એવું લાગતું હતું કે કદાચ હવે વોલ્વરાઈનને વિદાય આપવામાં આવશે. પરંતુ અવું જોવા નથી મળી રહ્યું.