• કોહલી લાડલી વામિકા સાથે લંચ કરતો જોવા મળ્યો
  • કપલે 15 ફેબ્રુઆરીએ કર્યું દીકરા અકાયનું વેલકમ
  • દીકરી અને પિતાનો સુંદર ફોટો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 15 ફેબ્રુઆરીએ પોતાના બીજા બાળક અકાયનું વેલકમ કર્યું. તેઓએ તેમના ઈન્સ્ટાગ્રામ પર તેની જાણકારી આપી અને સાથે લિટલ ચેમ્પિયનનું નામ અકાય રાખ્યું હોવાનું પણ જણાવ્યું છે. ત્યારથી કપલ લંડનમાં જ સમય વીતાવી રહ્યું છે. હાલમાં સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અને તેની દીકરી વામિકાનો લંડનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. તેમાં વામિકા પિતા સાથે લંચ કરતી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયામાં ફોટો થયો વાયરલ

જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તેમાં વામિકા અને વિરાટ કોહલી બંને સાથે છે. આ ફોટો પર લોકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. એક યૂઝરે લખ્યું- હું જાણું છું કે આપણે ફક્ત તેને પાછળથી જોઈ શકીએ છીએ પણ તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના વાળ પણ સુંદર છે. કોહલી એક સારા પિતા અને પતિ છે. એક યૂઝરે વિરાટ અને અનુષ્કાને ભારત પરત આવવાને લઈને કમેન્ટ કરી છે અને કહ્યું- ઘર આજા પરદેશી...તેરા દેશ બુલાએ રે...

લોકો વિશ્વાસ કરી શકતા નથી

એક અન્ય યૂઝરે વિરાટના વખાણ કર્યા અને લખ્યું કે પાપા મોટી દીકરીને બહાર લઈ જઈ રહ્યા છે જેથી માતા અને નાનો દીકરો સારી રીતે સમય વીતાવી શકે. આ ઘણું સારું છે.ઘણા ઓછા લોકો આવું કરે છે. ફોટોમાં વામિકાએ બ્લૂ અને વ્હાઈટ ચેક્સ જેકેટ પહેર્યું છે અને વાળમાં પોનીટેલ બનાવી છે. ફેન વામિકાના વાળના પણ વખાણ કરી રહ્યા છે. વાયરલ ફોટોને જોઈને લોકો વિશ્વાસ કરી રહ્યા નથી કે વામિકા આટલી મોટી થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પોતાના બીજા દીકરા અકાયના જન્મને વિશે 5 દિવસ બાદ જણાવ્યું હતું. તેની સાથે તેણે અનુષ્કાની પ્રેગનન્સીને પણ છુપાવીને રાખી હતી. કપલે 2017માં ડિસેમ્બરમાં લગ્ન કર્યા હતા. આ પછી 2021માં અનુષ્કાએ વામિકાને જન્મ આપ્યો હતો. હવે કપલે વામિકાના ભાઈ અકાયનું સ્વાગત કર્યું. કપલ હવે 2 બાળકોના પેરન્ટ્સ બની ચૂક્યા છે. 

  • Follow us on: