બાબા સિદ્દીકીની હત્યા બાદ મુંબઈમાં સ્ટાર્સની સુરક્ષાને લઈને મોટો સવાલ ઉભો થયો છે. બાબાના ખાસ મિત્ર સલમાન ખાનનો જીવ પણ ખતરામાં છે, તેની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. આ દરમિયાન બોલીવુડના 'ખાન'નું પહેલું નિવેદન સામે આવ્યું છે. આ સમગ્ર મામલે સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાને પોતાની પ્રતિક્રિયા આપી છે. અરબાઝ ખાને શું કહ્યું.
બાબા સિદ્દીકીની હત્યા ચિંતામાં વધારો કરે છે
તાજેતરમાં બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષાને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન અરબાઝ ખાને આ અંગે ખુલીને વાત કરી છે. તેણે જણાવ્યું કે હાલમાં પરિવારની શું હાલત છે અને સલમાનની સુરક્ષા માટે શું પગલા લેવામાં આવી રહ્યા છે.
બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી છે, જેના કારણે સલમાન ખાનનો જીવ જોખમમાં છે. આ ઘટના બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ખાન પરિવાર આ સ્થિતિથી ખૂબ જ ચિંતિત છે. અરબાઝે મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'અમે ઠીક છીએ, પરંતુ બધુ બરાબર છે એમ કહી શકતા નથી.'
અરબાઝ તેના પરિવારને લઈને ખૂબ જ ચિંતિત
હાલમાં અરબાઝ ખાન તેની અપકમિંગ ફિલ્મ 'બંદા સિંહ ચૌધરી'ના પ્રમોશનમાં બિઝી છે. તેને કહ્યું કે આ સમયે પરિવારમાં ઘણી બધી બાબતો ચાલી રહી છે, જેના કારણે બધા હેરાન છે. તેને એમ પણ કહ્યું કે ફિલ્મના પ્રમોશન વચ્ચે, તેના પરિવાર માટે તેની ચિંતા વધુ વધી ગઈ છે. અરબાઝે કહ્યું, 'અમારે અમારી ફિલ્મનું પ્રમોશન કરવું છે, જે 25 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. હા, ઘણું બધું થઈ રહ્યું છે, પણ મારે એ કરવાનું છે જે કરવા હું અહીં આવ્યો છું.
અરબાઝે સલમાનની સુરક્ષા પર કરી વાત
જ્યારે અરબાઝને પૂછવામાં આવ્યું કે સલમાનની સુરક્ષા માટે પરિવાર શું પગલાં લઈ રહ્યો છે, તો તેને કહ્યું, 'અમે અમારાથી બને તેટલું બેસ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે જોઈ રહ્યા છીએ કે સલમાનને સુરક્ષિત રાખવા માટે સરકાર અને પોલીસ શું કરી રહી છે. અમે બધા અમારા બેસ્ટ પ્રયાસ કરી રહ્યા છીએ.