એક્ટર અરબાઝ ખાનની પત્ની શૂરા ખાન આજકાલ પ્રેગ્નેન્સીની ચર્ચાઓને કારણે સમાચારમાં છે. થોડા દિવસ પહેલા શૂરા તેના પતિ અરબાઝ સાથે ક્લિનિકની બહાર જોવા મળી હતી અને ત્યારથી તેની પ્રેગ્નેન્સી અંગે અટકળો લગાવવામાં આવી રહી છે.
તાજેતરમાં શૂરાનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોયા પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને કેમેરા સામે પોતાના બેબી બમ્પને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.
શૂરા ખાન બ્લેક કલરના પ્રિન્ટેડ કોઓર્ડ સેટમાં જોવા મળી હતી. તેનો આ ડ્રેસ ખૂબ જ ઢીલો હતો. શૂરા ઓપન હેર અને બ્લેક ચશ્મા સાથે ખૂબ જ સુંદર દેખાતી હતી. પરંતુ તેના લૂઝ આઉટફિટે અને તેના ચાલવાની રીતે બધાનું ધ્યાન ખેંચ્યું. આ પરિસ્થિતિમાં, ફેન્સ તેની પ્રેગ્નેન્સી વિશે ચર્ચા કરી રહ્યા છે.
ફેન્સે આપી પ્રતિક્રિયા
ઈન્સ્ટન્ટ બોલીવુડે શૂરા ખાનનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યું છે કે 'શું આ ફક્ત એક આઉટફિટ છે કે શૂરા ખાન તેના બેબી બમ્પને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે?' શૂરાના આ વીડિયો પર એક ચાહકે ફેને કરી - 'તે પ્રેગ્નેન્ટ છે.' અન્ય એક યુઝરે લખ્યું છે કે 'તે પ્રેગ્નેન્ટ હોય તેમ ચાલી રહી છે.' આ સિવાય અન્ય એક યુઝરે કોમેન્ટ કરી છે કે 'તેના ચપ્પલ સપાટ છે, જેનો અર્થ એ કે તે પ્રેગ્નેન્ટ છે.' આ સિવાય એક ફેને લખ્યું છે કે'તેનો ચહેરો થોડો બદલાઈ ગયો છે.'
અરબાઝ-શૂરાના ડિસેમ્બર 2023માં થયા હતા લગ્ન
અરબાઝ ખાન અને શૂરા ખાનના લગ્ન 24 ડિસેમ્બર, 2023ના રોજ થયા હતા. અરબાઝે તેની બહેન અર્પિતા ખાન શર્માના મુંબઈના ઘરમાં શૂરા સાથે લગ્ન કર્યા. આ ખાનગી લગ્ન સેરેમનીમાં તેના પરિવાર, એક્ટ્રેસ રવિના ટંડન અને રાશા થડાનીએ હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે શૂરા ખાન અરબાઝની બીજી પત્ની છે. આ પહેલા અરબાઝના લગ્ન મલાઈકા અરોરા સાથે થયા હતા, જેમને એક પુત્ર અરહાન ખાન છે. શૂરા ખાન એક મેકઅપ આર્ટિસ્ટ છે જે અરબાઝ ખાનને તેની ફિલ્મ "પટના શુક્લા" ના સેટ પર મળી હતી.