• ભારતમાં 'Avatar 2'નું એડવાન્સ બુકિંગ થયું શરૂ
  • અત્યારસુધીની સૌથી મોંઘી ફિલ્મ
  • 250 મિલિયન ડોલરના બજેટમાં ફિલ્મ થઈ છે તૈયાર

જેમ્સ કૈમરૂનની મૂવી અવતાર દ વે ઓફ વોટર રીલિઝ થવા માટે તૈયાર છે. ફેન્સ પણ નાવીની દુનિયામાં ફરી પરત આવવા માટે તૈયાર છે. સિનેમાનો ચહેરો બદલીને રાખી દેનારી ફિલ્મ અવતારની સિક્વલ અવતાર 2 અનેક ભાષામાં 16 ડિસેમ્બરે રીલિઝ થશે. સારી વાત એ છે કે ભારતમાં પણ તમામ ફોર્મેટમાં તેનું એડવાન્સ બુકિંગ શરૂ થયું છે. તેની સાથે ટ્વિટર પર #AvatarTheWayofWater ટ્રેન્ડ થવા લાગ્યું છે. તેનું નવું ટ્રેલર અને પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર છવાયું છે. અવતાર 2ને અંગ્રેજી, હિંદી સિવાય તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રીલિઝ કરી શકાશે. ભારતમાં દરેક ફોર્મેટમાં તેનું બુકિંગ શરૂ કરી દેવાયું છે. આ ફિલ્મના શો ભારતના કેટલાક સિનેમાઘરોમાં 24 કલાક ચાલશે. પહેલો શો 16 ડિસેમ્બરે રાતે 12 વાગ્યાથી શરૂ કરાશે.

સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે રિએક્શન

Avatar The Way of Waterનું નવું ટ્રેલર અને પોસ્ટર પણ રીલિઝ કરાયું છે. આ ટ્વિટર પર છવાયું છે. ફેન્સ થિયેટમાં આ મૂવીનો એક્સપીરિયન્સ કરવા માટે તૈયાર છે.

ટ્રેલર જોઈને દર્શકો ચોંક્યા

 

2009માં રચ્યો હતો ઇતિહાસ

'Avatar 2'ને જેમ્સ કૈમરૂને ડાયરેક્ટ કરી છે અને 20મી સેન્ચ્યુરી સ્ટુડિયોએ પ્રોડ્યુસ કરી છે. આ અવતાર ફ્રેન્ચાઈઝીની બીજી મૂવી છે. પહેલી ફિલ્મ 2009માં રીલિઝ થઈ હતી અને બોક્સ ઓફિસના અનેક રેકોર્ડ તોડી ચૂકી હતી. ફિલ્મમાં સૈમ વર્થિંગટન, જોઈ સલ્ડાના, સ્ટીફન લેંગ સહિત અનેક હસ્તીઓએ ભૂમિકા નિભાવી છે. નવી કાસ્ટની વાત કરીએ તો આ વખતે ટાઈટેનિક ફેમ કેટ વિંસલેટ, ક્લિફ કર્ટિંસ સહિત અનેક અન્ય સ્ટાર્સ જોવા મળશે.

અવતાર 3 અને અવતાર 4 પણ તૈયાર

જેમ્સ કૈમરૂને વર્ષ 2006માં કહ્યું હતું કે જો અવતાર સફળ રહેશે તો પાર્ટ 2 બનાવાશે. અવતાર બ્લોક બસ્ટર રહી. 'Avatar 2' વર્ષ 2014માં રીલિઝ થવાની હતી પણ નવી ટેક્નોલોજી અને ફ્રેન્ચાઈઝીના ત્રીજા અને ચોથા પાર્ટના કારણે તે ટળી હતી. ફિલ્મના વિઝ્યુઅલ ઈફેક્ટ એવા છે જેને પહેલા ક્યારેય જોયા નહીં હોય. 250 મિલિયન ડોલરના બજેટમાં બનેલી આ ફિલ્મ અત્યારસુધીની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક છે.  

  • Follow us on: