• 32મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે કાર્તિક આર્યન
  • અંદાજે 2 કરોડ રૂપિયાના ઘરમાં રહે છે આર્યન
  • 40 કરોડ રૂપિયાની આસપાસની સંપત્તિના માલિકઃ રિપોર્ટ

વર્ષ 2011માં આવેલી પ્યાર કા પંચનામાથી બોલિવૂડમાં પગ રાખનારા કાર્તિક આર્યન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શાનદાર અભિનેતા છે. તેઓએ એક દશકના કરિયરમાં એકથી વધીને એક ફિલ્મોમાં કામ કર્યું છે. પોતાની મહેનતના બળે પોતે બોલિવૂડમાં નામ કમાનારા કાર્તિક આર્યનનું નામ ઘણા અમીર એક્ટર્સમાં લેવાય છે. આજે તેમનો 32મો જન્મદિવસ છે. તો જાણો એક્ટરની ટોટલ નેટવર્થને વિશે.

જાહેરાતોથી પણ કમાય છે એક્ટર

કાર્તિક આર્યન પોતાની ફિલ્મોથી ઘણી કમાણી કરી લેતા હોય છે. ફિલ્મો સિવાય તેઓ ઓપ્પો, મુફ્તી, ડેરી મિલ્ક, માન્યવર અને બાટા જેવી અનેક જાહેરાતો પણ કરે છે. તેનાથી તગડી કમાણી કરે છે. celebritys worthના રિપોર્ટ અનુસાર કાર્તિક આર્યન 40 કરોડ રૂપિયાની આસપાસની સંપત્તિના માલિક છે.

આલીશાન ઘર

કાર્તિક આર્યને પોતાની મહેનતની કમાણીથી આલીશાન ઘર ખરીદ્યું છે. તેઓએ કીમતી ઘરમાં જરૂર અને આરામની દરેક ચીજને સામેલ કરી છે. મળતી માહિતી અનુસાર આ ઘરની કિંમત 2 કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે.

https://www.instagram.com/p/ClPEaNeN8nK/?utm_source=ig_embed&ig_rid=9feb325d-bcb0-423b-92a9-923acef633e3 

આવું છે આર્યનનું કાર કલેક્શન

કાર્તિક આર્યનના કાર કલેક્શનમાં અનેક શાનદાર અને લક્ઝરી કાર સામેલ છે. તેમની પાસે 4.5 કરોડની કિંમતની લંબોર્ગની ઉરુસ, 34 લાખ રૂપિયાની સ્કોડા કોડિએક, 60 લાખ રૂપિયાની બીએમડબલ્યૂ 520ડી છે. આ સિવાય તેઓએ પોતાની માતાને ગિફ્ટમાં 39.50 લાખની કિંમતની મીની કૂપર કન્વર્ટિબલ પણ આપી છે.

વર્કફ્રન્ટ

હાલમાં કાર્તિક આર્યન આવનારા પ્રોજેક્ટને લઈને બીઝી જોવા મળી રહ્યા છે. આ વર્ષે રીલિઝ થયેલી ભૂલભૂલૈયા 2માં તેમના કામને ઘણું વખાણવામાં આવ્યું છે.

જન્મદિવસે માતાપિતા પાસેથી મળ્યું સરપ્રાઈઝ

બર્થડે બોય કાર્તિકને પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફેમિલિની સાથે જન્મદિવસ મનાવતા ફોટો શેર કર્યા છે. ફોટોમાં કાર્તિકના બર્થડે માટે રૂમ બેલૂનથી ડેકોરેટ જોવા મળી રહ્યો છે. કાર્તિકે ટેબલ પર હેપ્પી બર્થડે કોફી લખેલી કેક રાખી છે. જ્યારે તે કેક કાપી રહ્યા હતા તો તેમની પાસે તેમનું ડોગી બેઠેલું જોવા મળી રહ્યું છે. ફોટોમાં તેઓ માતા પિતા સાથે પોઝ આપી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા કાર્તિકે લખ્યું કે દરેક જન્મમાં તમે કોફીના રૂપમાં જન્મ લેવા ઈચ્છીશ. જન્મદિવસે આ પ્રેમભરી સરપ્રાઈઝને માટે ધન્યવાદ મમ્મી-પપ્પા, કટોરી અને કિકી. 

  • Follow us on: