- આયુષ શર્મા પોતાની ફિલ્મ 'રુસલાન'ને લઈ ચર્ચામાં
- આયુષ શર્માની ફિલ્મ 'લવયાત્રી' ફ્લોપ ગઈ હતી
- ફિલ્મ ફ્લોપ જતા એક્ટરે સલમાન ખાનની માફી માંગી હતી
બોલિવૂડ એક્ટર અને સલમાન ખાનના બનેવી આયુષ શર્મા આ દિવસોમાં પોતાની નવી ફિલ્મ 'રુસલાન'ના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે. થિયેટરોમાં 'રુસલાન' રિલીઝ થાય તે પહેલાં, આયુષ શર્મા બેક ટુ બેક ઇન્ટરવ્યૂ આપી રહ્યો છે. આયુષે હાલમાં જ એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેણે 'લવયાત્રી' ફ્લોપ થવાની સ્ટોરી શેર કરી હતી અને સલમાન ખાનની માફી માંગી હતી.
આયુષ શર્મા એક્ટર બનવા માંગતા ન હતા
આયુષ શર્માએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂ કહ્યું કે અર્પિતા સાથેના તેમના લગ્નને સોશિયલ મીડિયા પર ખોટી રીતે ફ્રેમ કરવામાં આવ્યા હતા. આયુષે કહ્યું- 'લોકો નથી જાણતા, જ્યારે મેં લગ્ન કર્યા ત્યારે મેં સલમાન ખાનને કહ્યું હતું કે હું અભિનય કરવા માંગતો નથી. મેં તેને કહ્યું - મારા પર વિશ્વાસ કરો, મેં 300 ઓડિશન આપ્યા અને બે પણ પાસ કરી શક્યો નથી, હું અભિનય કરી શકીશ નહીં. ત્યારે સલમાને કહ્યું હતું કે, તમારી ટ્રેનિંગ બરાબર થઈ નથી, હું તમને ટ્રેનિંગ આપીશ.
લવયાત્રી ફ્લોપ થયા બાદ માંગી હતી માફી
ફિલ્મમાં સલમાન ખાન અને તેના પૈસાનો ઉપયોગ કરવાની વાત પર પ્રતિક્રિયા આપતા આયુષ શર્માએ કહ્યું - સોશિયલ મીડિયા પર એવી વાર્તા બનાવવામાં આવી હતી કે હું મારી પત્નીના ભાઈના પૈસા ઉડાવી રહ્યો છું. શું મારે મારી આવકવેરાની વિગતો શેર કરવી જોઈએ? આયુષે એમ પણ કહ્યું- 'જ્યારે સલમાન ખાને મને લવયાત્રી માટે બોલાવ્યો ત્યારે મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં તેને કહ્યું- માફ કરશો, મેં તમારા પૈસા બગાડ્યા. પછી જ્યારે છેલ્લે ફિલ્મ એક ડિજિટલ પ્લેટફોર્મ વેચાઇ ત્યારે મને રાહતની લાગણી થઈ.
સલમાન આયુષ શર્માને કરે છે સપોર્ટ
સલમાન ખાન હંમેશા તેની બહેન અર્પિતાના પતિ એટલે કે એક્ટર આયુષ શર્માને સપોર્ટ કરે છે. તાજેતરમાં જ સલમાન ખાને પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને આયુષ શર્માની આગામી ફિલ્મ રુસલાનને સમર્થન આપ્યું છે. આયુષની આગામી ફિલ્મ રુસલાનનો ટ્રેલર વીડિયો શેર કરતી વખતે સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું - 'આયુષ, મે તારી મહેનત જોઈ છે, રુસલાનમાં જે મહેનત કરી છે, તેનાથી કોઈ ફરક પડતો નથી, બસ તમારુ શ્રેષ્ઠ આપતા રહો.