બિગ બોસ ટીવીનો સૌથી પોપ્યુલર રિયાલિટી શો છે. સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવેલા આ શોની નવી સીઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી આ શોએ દેશભરના હજારો દર્શકોના દિલમાં પોતાની છાપ છોડી છે. ઘરની અંદરની રસપ્રદ ઘટનાઓ હોય કે પછી સલમાન ખાનનું વિકેન્ડ વોર સેશન હોય, બિગ બોસ ક્યારેય પ્રેક્ષકોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યું નથી. હાલમાં સીઝન 18ના ભવ્ય પ્રીમિયરની તૈયારીઓ ચાલી રહી છે. મેકર્સે તાજેતરમાં એક શોનો આકર્ષક પ્રોમો પણ રિલીઝ કર્યો હતો. તમને અહીં જણાવીએ કે બિગ બોસ 18 ક્યારે અને ક્યાં ટેલિકાસ્ટ થશે અને આ વખતે કયા કન્ટેસ્ટન્ટ શોમાં ધમાલ મચાવી શકે છે.


બિગ બોસ 18નું ભવ્ય પ્રીમિયર ક્યારે અને ક્યાં થશે?

લેટેસ્ટ પ્રોમો મુજબ બિગ બોસની 18મી સીઝન રવિવાર, 6 ઓક્ટોબરે રાત્રે 9 વાગ્યે પ્રીમિયર થશે. સલમાન ખાન ફરી એકવાર આ વિવાદાસ્પદ શોને હોસ્ટ કરતો જોવા મળશે અને તે કલર્સ ટીવી પર ટેલિકાસ્ટ થશે. જે ફેન્સ તેને ઓનલાઈન જોવાનું વિચારી રહ્યા છે તેઓ જિયો સિનેમા પર બિગ બોસ 18 જોઈ શકે છે. પ્રોમો રિલીઝ કરતી વખતે કલર્સ ટીવીએ કેપ્શનમાં લખ્યું છે, “આ વખતે ઘરમાં ભૂકંપ આવશે, કારણ કે બિગ બોસમાં સમયનો તાંડવ હશે! બિગ બોસ 18, ગ્રાન્ડ પ્રીમિયર 6ઠ્ઠી ઓક્ટોબરે રાત્રે 9 વાગ્યે જુઓ, ફક્ત કલર્સ અને ઓફિશિયલ જિયો સિનેમા પર.

https://www.instagram.com/reel/DAOZLamtYlf/?utm_source=ig_embed&ig_rid=03cec4db-a2d4-4948-8d3d-5d72b04b0829 

બિગ બોસ 18 ની થીમ શું હશે?

આ વખતે બિગ બોસ 18ની થીમ ભવિષ્ય આધારિત હશે. આનો અર્થ એ થયો કે બિગ બોસ શોમાં જે પણ કન્ટેસ્ટન્ટ આવશે તેનું ભવિષ્ય જોઈ શકશે. બિગ બોસની ત્રીજી આંખ પણ આ સિઝનમાં પહેલીવાર ખુલશે. આના દ્વારા આપણે બિગ બોસના સ્પર્ધકોનું ભવિષ્ય જોઈશું. સીઝન 18 સાઈન્સ અને ટેકનોલોજી આધારિત હોય તેવું લાગે છે.

બિગ બોસ 18 ના આ કન્ટેસ્ટન્ટ

મીડિયા રિપોર્ટ મુજબ મેકર્સે હજુ સુધી સલમાન ખાનના શોના કન્ટેસ્ટન્ટના લિસ્ટની પુષ્ટિ કરી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ આ વખતે શોમાં નિયા શર્મા, શોએબ ઈબ્રાહિમ, ધીરજ ધૂપર, નાયરા બેનર્જી, દેબ ચંદ્રીમા, શિલ્પા શિરોડકર, મીરા દેઓસ્થલે, સેલી સાલુંખે, શાંતિ પ્રિયા, અવિનાશ મિશ્રા, ચાહત પાંડે, શહેઝાદા ધામી, ઝાન ખાન, કરણ વીર મેહરા, ઋત્વિક ધનજાની, કરમ રાજપાલ અને પદ્મિની કોલ્હાપુરે છે. રિપોર્ટ અનુસાર, ઈશા કોપ્પીકર આ શોનો ભાગ નથી બની રહી.


  • Follow us on: