- નેહા કક્કરનો 36મો જન્મદિવસ
- નેહા કક્કર 4 વર્ષની ઉંમરથી જોડાઈ સિંગિંગમાં
- નેહા કક્કર 'ઈન્ડિયન આઈડલ'ની જજ છે
પ્રખ્યાત સિંગર નેહા કક્કરનો આજે જન્મદિવસ છે. નેહા દેશની જાણીતી અને લોકપ્રિય સિંગર છે જેનો આજે જન્મદિવસ છે. આજે નેહા 36 વર્ષની થઈ ગઈ છે. નેહા કકકર દેશના કરોડો લોકોના દિલો પર રાજ કરે છે. તે ખૂબજ લોકપ્રિય સિંગર છે અને સિંગિંગ રિયાલિટી શોમાં જજ પણ છે.
નેહા કક્કરની નેટવર્થ કેટલી છે?
નેહા કક્કર શરૂઆતમાં તેની મોટી બહેન સોનુ કક્કર સાથે માતાના જગરાતામાં ગાતી હતી. પરંતુ બાદમાં તે તેના પરિવાર સાથે દિલ્હી શિફ્ટ થઈ ગઈ અને અભ્યાસની સાથે તેણે સિંગિંગના ક્ષેત્રમાં પણ પ્રયાસ કરવાનું શરૂ કર્યું. તેણે ઈન્ડિયન આઈડલ રિયાલિટી શોમાં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. જોકે તેને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. અને આજે તે નેહા કક્કર 'ઈન્ડિયન આઈડલ'ની જજ છે. સાથે જ તેના નેટવર્થની વાત કરવામાં આવે તો આજે નેહા કક્કરની નેટવર્થ લગભગ 104 કરોડ રૂપિયા છે. તે મહિને લગભગ 2 કરોડ રૂપિયા કમાય છે. એટલે કે એક વર્ષમાં તેની કમાણી લગભગ 25 કરોડ રૂપિયા છે.
નેહા કક્કરના પરિવારની સ્થિતિ
નેહા કક્કરના પરિવારની વાત કરવામાં આવે તો તેના પિતાએ સમોસા વેચતા હતા જેથી તેમના પરિવારની સ્થિતિ સારી ન હતી. જેથી નેહા ફક્ત 4 વર્ષની હતી ત્યારથી જ તેણે ગાવાનું શરૂ કરી દીધું હતું. નેહાની બેન સોનુ કક્કર અને ભાઈ ટોની કક્કર પણ સિંગિંગની દુનિયામાં ખૂબ સારી લોકપ્રિયતા ધરાવે છે. માત્ર 4 વર્ષની ઉંમરે માતા રાનીના જાગરતામાં ગાવાનું શરૂ કરનાર નેહાએ ક્યારેય વિચાર્યું ન હતું કે તે આટલી સફળ થશે. એક સમયે તે પોતાના પરિવાર સાથે એક નાનકડા રૂમમાં રહેતી હતી, પરંતુ આજે તે કરોડો રૂપિયાના ઘરમાં રહે છે એટલું જ નહીં, પણ ઘણી કમાણી પણ કરી રહી છે. આજે સ્થિતિ એવી છે કે નેહા કક્કડની માત્ર લાખો ફેન ફોલોઈંગ જ નથી, પરંતુ તેના ગીતો અને અવાજ પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
નેહા કક્કર સૌથી વધુ કમાણી કોન્સર્ટમાંથી કરે છે
નેહા કક્કર એક ગીત માટે 10-20 લાખ રૂપિયા લે છે. પરંતુ નેહા કક્કર સૌથી વધુ કમાણી ફિલ્મી ગીતો કે કોઈ મ્યુઝિક વિડિયોથી નહીં પરંતુ કોન્સર્ટમાંથી કરે છે. નેહાએ પોતાના એક વખત એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો પણ કર્યો હતો. એક સમયે પરિવાર સાથે નાનકડા રૂમમાં રહેતી નેહા કક્કર આજે મુંબઈના પ્રાઇમ એરિયામાં એક આલીશાન મકાનમાં રહે છે. કાકનોલેજના રિપોર્ટ અનુસાર આ ઘરની કિંમત 1.2 કરોડ રૂપિયા છે. આ સાથે નેહા કક્કરનો ઋષિકેશમાં બંગલો છે.