ક્રિકેટરો અને બોલીવુડ વચ્ચે જૂનો સંબંધ છે. બોલીવુડ એક્ટ્રેસ ઘણીવાર ક્રિકેટરો સાથે લગ્ન કરે છે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આ સંબંધનું સૌથી મોટું ઉદાહરણ છે. થોડા દિવસો પહેલા ભારતીય ઓલરાઉન્ડર રિયાન પરાગ અને બોલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડે વિશે ઘણી ચર્ચાઓ થઈ હતી. અનન્યા પાંડેએ વિરાટ કોહલીને તેનો 'સેલિબ્રિટી ક્રશ' કહ્યો, જેના પછી ફેન્સ રિયાન પરાગને લઈને ઉદાસ થઈ ગયા.


સેલિબ્રિટી ક્રશ વિશે કહી આ વાત

એક ઈન્ટરવ્યુ દરમિયાન અનન્યા પાંડેને પૂછવામાં આવ્યું કે તમારો વર્તમાન 'સેલિબ્રિટી ક્રશ' કોણ છે? આના જવાબમાં તેને સમય બગાડ્યા વિના વિરાટ કોહલીનું નામ લીધું. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં અનન્યા પાંડે ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીને પોતાનો 'સેલિબ્રિટી ક્રશ' કહી રહી છે. આ વીડિયોની કોમેન્ટ્સમાં ફેન્સ રિયાન પરાગ માટે પોતાનું દુઃખ વ્યક્ત કરતા જોવા મળે છે.

 

રિયાન પરાગ સાથે જોડાયું હતું નામ

થોડા સમય પહેલા રિયાન પરાગનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે પોતાની યુટ્યુબ ચેનલ પર લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યો હતો. જ્યારે ભારતીય ક્રિકેટરે થોડી સર્ચ કરવા માટે યુટ્યુબનું સર્ચ બોક્સ ખોલ્યું, ત્યારે તેની સર્ચ હિસ્ટ્રીમાં 'હોટ અનન્યા પાંડે' અને હોટ 'સારા અલી ખાન' જોવા મળ્યું હતું. આ પછી જ બંનેના નામની ચર્ચાએ જોર પકડ્યું હતું.

અનન્યા પાંડે પણ શુભમન ગિલ સાથે એક તસવીરમાં મળી જોવા

તમને જણાવી દઈએ કે હાલમાં જ શુભમન ગિલ અને અનન્યા પાંડેએ સાથે એક એડ શૂટ કરી હતી. બંનેના એડ શૂટની તસવીરો વાયરલ થઈ હતી. શુભમન ગિલ સાથે અનન્યા પાંડેની તસ્વીર પછી, ફેન્સ રમૂજી રીતે રિયાન પરાગ માટે ઉદાસી અનુભવતા જોવા મળ્યા હતા.


  • Follow us on: