- મલાઈકા અને અર્જુનના અલગ થવાની ચર્ચાએ જોર પકડ્યું છે
- ફરી મલાઈકા અરોરાની એક પોસ્ટ સામે આવી છે
- મલાઈકા અરોરાએ અર્જુન કપૂર પર નિશાન સાધ્યું હોય એવું લાગી રહ્યું છે
હાલમાં હાર્દિક અને નતાશાના અલગ થવાનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે, તો બીજી તરફ મલાઈકા અને અર્જુનના અલગ થવાની વાતો પણ અટકી રહી નથી. જ્યારે આ ચર્ચાઓ થોડી ઓછી થાય છે, ત્યારે અર્જુન અથવા મલાઈકા કંઈક પોસ્ટ કરે છે અને આ ચર્ચાઓ ફરી શરુ થઈ જાય છે. હવે એવું લાગી રહ્યું છે કે મલાઈકા પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે અર્જુનને નિશાન બનાવી રહી છે.
મલાઈકાની પોસ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું
મલાઈકા અરોરાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું છે કે એકવાર તમે તમારા શબ્દોની શક્તિને સમજી લો, પછી તમે કંઈપણ બોલશો નહીં. એકવાર તમે તમારા વિચારોની શક્તિને સમજી લો, તમે ફક્ત કંઈપણ વિચારશો નહીં અને એકવાર તમે તમારી હાજરીની શક્તિને સમજી શકશો, તમે ક્યાંય પણ નહીં રહેશો. તમારી કિંમત જાણો. એક્ટ્રેસની આ પોસ્ટ સામે આવતા જ લોકો અનુમાન લગાવવા લાગ્યા કે શું એક્ટ્રેસે અર્જુન માટે આ લખ્યું છે?

અર્જુન કપૂરે પણ કરી પોસ્ટ
બે દિવસ પહેલા અર્જુન કપૂરે પણ તેના ઈન્સ્ટાગ્રામ પર આવી જ એક સ્ટોરી શેર કરી હતી, જેમાં તેને લખ્યું હતું કે 'શાંતિ માટે હાજર રહેવું જરૂરી છે'. હવે ફેન્સને લાગે છે કે મલાઈકા અને અર્જુન બંને એકબીજા માટે આ સ્ટોરી શેર કરી રહ્યા છે. પરંતુ મલાઈકા અને અર્જુન જ જાણે છે કે સત્ય શું છે.
'મિસ્ટ્રીમેન' સાથે જોવા મળી મલાઈકા
તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા સ્પેનમાં વેકેશન એન્જોય કરીને પરત આવી છે. આ દરમિયાન એક્ટ્રેસની ઘણી તસવીરો પણ શેર કરવામાં આવી હતી અને એક તસવીરે ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું. મલાઈકાએ એક પોસ્ટ શેર કરી હતી, જેમાં એક 'મિસ્ટ્રી મેન'ની ઝલક જોવા મળી હતી અને ફેન્સને લાગ્યું હતું કે મલાઈકા તેના 'મિસ્ટ્રી મેન' સાથે સ્પેનમાં છે. થોડા સમય પહેલા અર્જુન અને મલાઈકાના અલગ થવાના સમાચાર આવ્યા હતા. પરંતુ બંને હાલમાં સાથે છે કે નહીં તેની કોઈ ઓફિશિયલ માહિતી નથી.