ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ નિર્દેશક શ્યામ બેનેગલનું નિધન થયું છે. તેમને 90 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. શ્યામ ઘણા સમયથી બીમાર હતા. પ્રસિદ્ધ ફિલ્મ મેકર વધતી ઉંમરના કારણે ઘણા સમયથી બીમાર હતા.


તેમની પુત્રી પિયા બેનેગલે મીડિયીને આ સમાચારની પુષ્ટિ કરી અને કહ્યું કે એક દિવસ આવું થવાનું હતું. બેનેગલને ભારત સરકાર દ્વારા 1976માં પદ્મશ્રી અને 1991માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમની સફળ ફિલ્મોમાં મંથન, ઝુબૈદા અને સરદારી બેગમનો સમાવેશ થાય છે.

શ્યામ બેનેગલનું 90 વર્ષની વયે થયું નિધન

શ્યામ બેનેગલનું આ દુનિયાને અલવિદા કહીને જતા રહેવું એ સમગ્ર ઈન્ડસ્ટ્રી માટે મોટી ખોટ છે. તેમને 23 ડિસેમ્બરે સાંજે 6.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તાજેતરમાં જ તેમને પોતાનો 90મો જન્મદિવસ ઉજવ્યો. એક્ટ્રેસ શબાના આઝમીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ પાર્ટીની તસવીરો શેર કરી હતી. ફોટામાં શ્યામ બેનેગલ, શબાના અને નસીરુદ્દીન શાહ સાથે હસતા જોવા મળ્યા હતા. ડાયરેક્ટરનો જન્મ 14 ડિસેમ્બરે થયો હતો.


1974માં કરી કરિયરની શરુઆત

શ્યામ બેનેગલે 1974માં ફિલ્મ 'અંકુર'થી નિર્દેશન તરીકેની શરૂઆત કરી હતી. આ ફિલ્મ સામાજિક મુદ્દાઓ પર આધારિત હતી. આ ફિલ્મે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી. આ સિવાય તેમને મહત્વની ફિલ્મો પણ કરી હતી. તેમને 'નિશાંત', 'મંથન', 'ભૂમિકા' અને 'સરદારી બેગમ' જેવી યાદગાર ફિલ્મો બનાવી, જે આજે પણ યાદ કરવામાં આવે છે.


1974માંટીવી પર ઐતિહાસિક કામ કર્યું

શ્યામ બેનેગલે ભારતીય 1974માંઘણા મૂલ્યવાન કલાકારો પણ આપ્યા, જેમાં શબાના આઝમી, સ્મિતા પાટિલ, નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, અમરીશ પુરી, અનંત નાગ જેવા મહાન કલાકારોનો સમાવેશ થાય છે. ફિલ્મો સિવાય દૂરદર્શન પરની પ્રખ્યાત સિરિયલ 'ભારત એક ખોજ' અને 'કહેતા હૈ જોકર', 'કથા સાગર'નું નિર્દેશન શ્યામ બેનેગલે કર્યું હતું. શ્યામ બેનેગલે તેમના ગુરુ સત્યજીત રે અને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર પણ ડોક્યુમેન્ટ્રી બનાવી હતી. અમરીશ પુરીએ તેમની આત્મકથા 'એક્ટ ઓફ લાઈફ'માં શ્યામ બેનેગલને ચાલતા ચાલતા વિશ્વ જ્ઞાનકોશ તરીકે કહ્યા હતા.

  • Follow us on: