બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી રિયા ચક્રવર્તીને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સીબીઆઈ તરફથી જાહેર લૂક આઉટ સર્કયુલર હવે રદ્દ રહેશે. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો છે. કોર્ટે રિયા ચક્રવર્તાના ભાઈ અને તેના પિતાને પણ રાહત આપી છે. રિયા ચક્રવર્તી અને તેના ભાઈ-પિતા વિરુદ્ધ સીબીઆઈ દ્વારા લૂકઆઉટ સર્કયુલર મુદ્દે સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશને યથાવત્ રાખ્યો છે. 



 સુપ્રીમ કોર્ટે CBIની અરજી ફગાવી દીધી હતી

માહિતી અનુસાર, ફેબ્રુઆરીમાં બોમ્બે હાઈકોર્ટે રિયા ચક્રવર્તી અને તેના ભાઈ અને પિતાની અરજી પર સીબીઆઈના લુક આઉટ સર્ક્યુલરને રદ કરી દીધો હતો. હાઈકોર્ટના આદેશને સીબીઆઈ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આજે સુપ્રીમ કોર્ટે CBIની અપીલ ફગાવી દીધી છે. આનાથી રિયા અને તેના પરિવારને મોટી રાહત મળી.

આ કારણોસર લૂકઆઉટ સર્ક્યુલર બહાર પાડયો હતો

ઓગસ્ટ-2020માં, રિયા, તેના ભાઈ, તેના પિતા અને તેની માતા વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યા હતા. સુશાંતસિંહ રાજપૂતના પરિવારે બિહારના પટણામાં કેસ દાખલ કરીને તેના મૃત્યુની તપાસની માંગ કરી હતી. બાદમાં આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં સીબીઆઈએ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર બહાર પાડ્યો હતો. આ અંગે રિયાનો પરિવાર હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. રિયાની અરજી પર હાઈકોર્ટે લૂકઆઉટ સર્ક્યુલર રદ કરી દીધો હતો.

 સુશાંતે 14 જૂન 2020ના રોજ આપઘાત કર્યો હતો

અભિનેતા સુશાંતસિંહ રાજપૂત, 14 જૂન 2020ના રોજ તેના બાંદ્રા એપાર્ટમેન્ટમાં લટકતો મળી આવ્યો હતો. આ પછી પટણામાં રહેતા તેના પિતા કૃષ્ણ કિશોરસિંહની ફરિયાદ બાદ મુંબઈ પોલીસ અને બિહાર પોલીસે તપાસ શરૂ કરી હતી.

ફિલ્મો અને ટેલિવિઝનમાં જોરદાર અભિનય

સુશાંતસિંહ રાજપૂતે કિસ દેશ મેં હૈ મેરા દિલ જેવા શો સાથે ટેલિવિઝનમાં તેની કારકિર્દીની શરૂઆત કરી અને એકતા કપૂરની પવિત્ર રિશ્તામાં તેની ભૂમિકાથી ખ્યાતિ મેળવી. બાદમાં તે ફિલ્મો તરફ વળ્યો અને એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી, છિછોરે અને દિલ બેચારા જેવી હિટ ફિલ્મોમાં અભિનય કર્યો. સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા હતી.


  • Follow us on: