બોલિવૂડની ગ્લેમર ગર્લ પ્રિયંકા ચોપડા તાજેતરમાં ભારતની મુલાકાતે આવી હતી. અહીં પ્રિયંકાએ પોતાના ફેમિલીની સાથે સમય પસાર કર્યો હતો અને ઘણા પ્રસંગોમાં ભાગ લીધો હતો. પ્રિયંકા હવે હોલિવૂડમાં ફિલ્મો અને સિરીઝમાં નજરે આવી રહી છે. લાંબા સમયથી પ્રિયંકા ચોપડા બોલિવૂડની ફિલ્મો નથી કરી. જેથી તાજેતરમાં તેને જણાવ્યું કે, હિંદુ ડાયલોગ્સને ખૂબ યાદ કરે છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે, હવે તે ક્યારે હિંદી ફિલ્મોમાં નજર આવી શકે છે. પ્રિયંકા ચોપડા બોલિવૂડ અને હોલિવૂડના કામ કરવાની રીત અંગે પણ ખુલીને વાત કરી હતી.
પ્રિયંકા ચોપડાએ કહ્યું હતું કે 'દરેક દેશ અલગ છે અને તેમની પોતાની સાંસ્કૃતિક રીતો અને વસ્તુઓ છે. બોલિવૂડ અને હોલિવૂડમાં મોટો તફાવત એ છે કે હોલિવૂડમાં ઘણી બધી પેપરવર્ક છે. 100 ઈ-મેઈલ જે શૂટ પહેલા તમારી પાસે આવશે. આ ખૂબ જ ખાસ છે. હોલિવૂડમાં ઘણી બધી યોજનાઓ સાથે વસ્તુઓ થાય છે. બોલિવૂડમાં હવે ઘણું વધારે 'જુગાડ' છે. અમે થોડા રોમેન્ટિક છીએ. અમારી પાસે બહુ 'જુગાડ' છે અને અમે કામ કરાવીએ છીએ. અમે તેના વિશે થોડા રોમેન્ટિક છીએ જેમ કે 'તે થશે, અમે તે કરીશું', તેથી તે વસ્તુઓ કરવાની ખૂબ જ અલગ રીત છે.
પ્રિયંકા ચોપડા હિન્દી ડાયલોગ્સ મિસ કરે છે
પ્રિયંકા ચોપડાએ કહ્યું કે 'અમેરિકા આવ્યા પછી તે હિન્દી ડાયલોગ્સ મિસ કરે છે. અહીં સંવાદો અંગ્રેજીમાં છે. જ્યારે મને ડબ કરવાની તક મળે છે ત્યારે તે ખૂબ સરસ લાગે છે. હું હિન્દી ફિલ્મ કરવા તૈયાર છું. મને સારી સ્ક્રિપ્ટ મળતાં જ હું કામ કરવા માંગીશ. જોકે મારી પાસે અત્યારે આવી કોઈ સ્ક્રિપ્ટ નથી. પરંતુ સ્ક્રિપ્ટ આવે તો હું ના પાડતો નથી.
વર્ષ-2018માં પ્રિયંકા ચોપડાએ લગ્ન કર્યા
બોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા દોઢ દાયકા સુધી કામ કર્યું છે. પ્રિયંકાએ બોલિવૂડમાં ઘણી સુપરહિટ ફિલ્મો પણ આપી છે. ત્યારબાદ પ્રિયંકાએ હોલિવૂડમાં કામ શોધવાનું શરૂ કર્યું હતું. પ્રિયંકા ચોપડાએ હોલિવૂડમાં પણ એક્ટિંગનો જાદુ દેખાડયો. હવે પ્રિયંકા પણ હોલિવૂડનું મોટું નામ બની ગઈ છે. વર્ષ-2018માં પ્રિયંકાએ નિક જોનસ સાથે પ્રભુતામાં પગલાં માંડયા હતા.