બોલિવૂડના સુપરસ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચનનું સ્ટારડમ કોઈથી છૂપાયેલું નથી. તેઓ ભારતીય સિનેમામાં 50 વર્ષ કરતાં વધુ સમયથી શાસન કરી રહ્યા છે. તેઓના ફેન ફોલોઈંગ સમયની સાથે વધતી ગઈ છે. દેશ જ નહીં પરંતુ વિશ્વમાં તેઓને પસંદ કરનાર ઓછા નથી. આજે અમિતાભ બચ્ચન પોતાનો 82મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. આ સ્પેશિયલ પ્રસંગે તેઓના ફેંસ તેમને બર્થ-ડેની શુભેચ્છા પાઠવી રહ્યા છે.


આમ તો બીગ-બી ઉર્ફે અમિતાભ બચ્ચે બોલિવૂડની સેંકડો ફિલ્મોમાં ઘણી જૂની અને નવી અભિનેત્રીઓ સાથે ફિલ્મો કરી છે. પરંતુ એક એવી સુંદર અભિનેત્રી છે જેને કચકડાના પડદે તેઓની મા અને ગર્લફ્રેન્ડ બંનેની ભૂમિકા ભજવી છે.

સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતા અમિતાભ બચ્ચન પોતાની લાઈફની દરેક પળને અપડેટ શેર કરતા રહે છે. તેઓ પોતાના બ્લોગથી લોકોને ઘણી મહત્ત્વની વાતોની જાણકારી આપતા રહે છે. પરંતુ એકવાત એવી છે જે ઓછા લોકો જાણતા હશે કે જે એવી વાત લાવ્યા છીએ જે તેઓના દર્શકમિત્રોને પણ ખબર નહી હોય. 

મા અને ગર્લફ્રેન્ડ બંનેની ભૂમિકા ભજવી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચને પોતાના સફળ અને પાંચ દાયકાથી વધુ લાંબા કરિયરમાં ઘણી સુંદર અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. રેખા, હેમા માલિની, પરવીન બાબી, ઝિન્નત અમાન, વહીદા રહેમાન જેવી ઘણી દિગ્ગજ એક્ટ્રેસની સાથે તેઓએ ઓન સ્ક્રીન રોમાન્સ લોકોને ખૂબ મનોરંજન પીરસ્યું, પરંતુ ફિલ્મી પડદે માતા અને ગર્લફ્રેન્ડનો રોલ કરનારી એકમાત્ર અભિનેત્રી કોઈ બીજી નહિ પરંતુ વીતેલા જમાનાની સુંદર અભિનેત્રી વહીદા રહેમાન છે. બંનેની જોડી પડદા પર હિટ રહી. અનેક ફિલ્મોમાં બંનેએ સાથે કામ કર્યું હતું. બંનેએ કરિયરના એક વળાંક પર આવ્યા જ્યારે વહીદાને તેઓની લીડ લેડી નહીં પરંતુ તેઓને પડદા પર માનો રોલ કરવો પડયો હતો. 

આ ફિલ્મોમાં ભૂમિકા ભજવી

વર્ષ-1969માં સાત હિંદુસ્તાનીથી પોતાના કરિયરનો પ્રારંભ કરનાર અમિતાભ બચ્ચને વર્ષ-1976માં આવેલી ફિલ્મ અદાલત અને કભી-કભીમાં વહીદા રહેમાનની સાથે કામ કર્યું. બંને ફિલ્મોમાં વહીદા રહેમાન અને અમિતાભ બચ્ચન સાથે રોમાન્સ કરતા નજરે પડયા. બંને ફિલ્મોમાં વહીદા પ્રેમિકાનો રોલ પ્લે કર્યો હતો. ત્યારબાદ બે વર્ષ પછી વર્ષ-1978માં આવેલી ફિલ્મ ત્રિશૂલમાં વહીદા રહેમાન અમિતાભ બચ્ચની માતાની ભૂમિકા કરતી નજરે આવી. આ ઉપરાંત કુલીમાં પણ વહીદા રહેમાને અમિતાભ બચ્ચને માતાનો રોલ પ્લે કર્યો હતો. આવામાં એક નહીં પરંતુ બે વાર ફિલ્મી પડદે અમિતાભ બચ્ચની માતાની રોલમાં વહીદા રહેમાન નજરે પડયાં હતાં. 

  • Follow us on: