લેબેનોન દેશની રાજધાની બેરુતમાં ફરી ઈઝરાયલે હવાઈ હુમલો કર્યો હતો. ઈઝરાયલે હિઝબુલ્લા વિરુદ્ધ પોતાના હુમલાના વ્યાપને વધારી દીધો છે. ઈઝરાયલને જમીનની સાથે હવાઈ હુમલામાં સતત વધારો કરીને બેરુતને વિનાશની ગર્તામાં ઈઝરાયલ ધકેલીને રહેશે.



લેબનોનના સેન્ટ્રલ બેરૂતના બે જુદાજુદા વિસ્તારોમાં ઈઝરાયલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા અને 92 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા. લેબેનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આ હુમલાઓથી એક રહેણાંક મકાનને ખરાબ રીતે નુકસાન થયું હતું અને બીજી ઈમારત સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી.

લેબેનોનની રાજધાની બેરુતમાં થયેલા આ હવાઈ હુમલામાં ઈઝરાયલી સૈન્યએ તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા નથી આપી, પરંતુ હુમલા એવા સમયે થયો છે જ્યારે ઈઝરાયલે લેબેનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લા વિરુદ્ધ હુમલા તાબડતોબ વધાર્યા છે.

શાળા પર થયેલા હુમલામાં 27 લોકોના મોત થયા

મળતી માહિતી અનુસાર, ગાઝામાં બેઘર બનેલા લોકોને આશ્રય આપતી શાળા પર ગુરુવારે ઈઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા 27 લોકો માર્યા ગયા હતા. ઈઝરાયેલી સેનાએ કોઈપણ પુરાવા આપ્યા વિના કહ્યું કે તેણે નાગરિકોની વચ્ચે છુપાયેલા આતંકવાદીઓને નિશાન બનાવ્યા હતા. લેબનોનમાં હિઝબુલ્લાહ સામેના યુદ્ધ અને ઈરાન સાથે વધતા તણાવ પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે, ઈઝરાયેલ પેલેસ્ટિનિયન પ્રદેશોમાં આતંકવાદી લક્ષ્યો પર હુમલો કરવાનું ચાલુ રાખે છે

આઠ માળની ઈમારત ધરાશાયી

અગાઉના હુમલામાં રાસ-અલ-નબા વિસ્તારમાં થયો હતો. આ વિસ્ફોટ આઠ માળની ઈમારતના નિચાણવાળા ભાગમાં થયો હતો. જ્યારે બીજો હુમલો બુર્ઝ અબી હૈદર ક્ષેત્રમાં થયો, જ્યાં એક આખી ઈમારત ધરાશાયી થયો અને આગની ઝપટે ચઢી હતી. 

શાળાઓ પર વારંવાર હુમલા

મળતી માહિતી અનુસાર, લેબેનોનમાં થયેલા હુમલામાં એક બાળક અને સાત મહિલાઓ સહિત 27 લોકોનાં મોત થયા છે. આ હુમલામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈઝરાયલી સૈન્યએ આપેલા નિવેદન અનુસાર, તેને શાળાની અંદર એક ઉગ્રવાદી કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરને ટાર્ગેટ બનાવીને હુમલો કર્યો હતો. ઈઝરાયલે ગાઝામાં શરણા સ્થળોમાં તબદિલ થયેલી શાળાઓ પર વારંવાર હુમલા કર્યા છે અને આરોપ લગાવ્યો કે ઉગ્રવાદી તેમાં સંતાઈને બેઠા છે.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે હુમલાનો ટાર્ગેટ હમાસ દ્વારા આશ્રયસ્થાનની અંદર ચલાવવામાં આવતી અસ્થાયી પોલીસ ચોકી હતી. સાક્ષીઓએ જણાવ્યું હતું કે હુમલો ત્યારે થયો જ્યારે શાળા સંચાલકો સહાય જૂથના પ્રતિનિધિઓ સાથે હમાસ સંચાલિત પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા રૂમમાં બેઠક કરી રહ્યા હતા. તેણે કહ્યું કે તે સમયે રૂમમાં કોઈ પોલીસકર્મી ન હતો.

લેબેનોનમાં બે શાંતિ સૈનિકો ઈજાગ્રસ્ત

બીજી એક ઘટનામાં ઈઝરાયલના હુમલામાં લેબેનોનમાં સંયુક્ત રાષ્ટ્રના બે શાંતિ સૈનિક ઘાયલ થયા છે. ઈઝરાયલી સૈન્યએ ગુરુવારે દક્ષિણી લેબેનોનમાં શાંતિ સેનાના ત્રણ સ્થળો પર ગોળીબાર કર્યો હતો. 

  • Follow us on: