- તૃપ્તિ ડિમરી દિગ્ગજ એક્ટ્રેસની બાયોપિકમાં જોવા મળી શકે છે
- આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળી શકે છે
- આ એક્ટ્રેસ 70 અને 80ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી હતી
ફિલ્મ 'એનિમલ' બાદ તૃપ્તિ ડિમરીની ફેન ફોલોઈંગ વધી રહી છે. આ ફિલ્મ પછી તેને 'ભાભી 2'નું ટેગ મળ્યું. હાલમાં જ તે ફિલ્મ 'બેડ ન્યૂઝ'માં જોવા મળી હતી. આ સિવાય એક્ટ્રેસ આગામી દિવસોમાં 'ભૂલ ભુલૈયા 3'માં જોવા મળશે. મીડિયા રિપોર્ટ મુજબ તૃપ્તિના હાથમાં અન્ય એક બાયોપિક ફિલ્મ આવી ગઈ છે. આ બાયોપિક તેના સમયની એક દિગ્ગજ એક્ટ્રેસ છે.
તૃપ્તિનું નામ સૌથી આગળ
મીડિયા રિપોર્ટ મુજબ તૃપ્તિ ડિમરી પરવીન બાબીની બાયોપિકમાં જોવા મળી શકે છે, તેના નામની ચર્ચા થઈ રહી છે. તે લીડ રોલમાં જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ તેને આ રોલ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે. પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. આ પહેલા આ પાત્ર ભજવવા માટે ઉર્વશી રૌતેલાનું નામ સામે આવી રહ્યું હતું. પરંતુ, હવે તૃપ્તિના નામની ચર્ચા થઈ રહી છે.
આ પુસ્તક પર બાયોપિક બનાવવાની ચર્ચા
પરવીન બાબીની બાયોપિકને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. લેખિકા કરિશ્મા ઉપાધ્યાય દ્વારા લખાયેલ તેના જીવનચરિત્ર 'પરવીન બાબીઃ અ લાઈફ' ઘણા વર્ષોથી લોકોને માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવા માટે પ્રેરણા આપી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ હવે આ પુસ્તક પર ફિલ્મ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. પરવીન બાબી 70 અને 80ના દાયકાની લોકપ્રિય એક્ટ્રેસ હતી. તેણે દીવાર, અમર અકબર એન્થની, મજબૂર, ત્રિમૂર્તિ અને ખટ્ટા મીઠા સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
આ ફિલ્મોમાં જોવા મળશે તૃપ્તિ ડિમરી
એક્ટ્રેસ તૃપ્તિના કરિયરની વાત કરીએ તો તેણે 'પોસ્ટર બોયઝ'થી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે બુલબુલ અને કાલા જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. પરંતુ 'એનિમલ' પછી તેની પોપ્યુલારિટી વધી ગઈ છે. હવે તે કાર્તિક આર્યનની હોરર કોમેડી ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3'માં જોવા મળશે આ સિવાય રાજકુમાર રાવની 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો' પણ તૃપ્તિની એપકમિંગ ફિલ્મ છે.