- 10મા દિવસે એટલે કે મંગળવારે રૂ. 6.35 કરોડની કમાણી કરી
- ઈન્ડિયા ગ્રોસની વાત કરીએ તો કલેક્શન રૂ.284.45 કરોડ
- વિશ્વભરમાં આ કલેક્શન 384.45ને પાર કરી ગયું
હાલમાં વર્લ્ડ કપ ફાઈનલ મેચના કારણે બોલિવુડના કલેક્શન પર પણ અસર જોવા મળી છે. સલમાન ખાનની ટાઈગર-3 ના કલેક્શનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સલમાન ખાન, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મીની ફિલ્મ દુનિયાભરમાં કમાણી કરી રહ્યું છે.
ટાઈગર-3બોક્સ ઓફિસ કલેક્શનના પ્રારંભિક ડેટા અનુસાર, ટાઈગર-3 એ 10મા દિવસે એટલે કે મંગળવારે રૂ. 6.35 કરોડની કમાણી કરી છે, જેના પછી ભારતમાં કુલ કલેક્શન રૂ. 243.60 કરોડ થઈ ગયું છે. જ્યારે વિશ્વભરમાં આ કલેક્શન 384.45ને પાર કરી ગયું છે. જો કે હજી 400 કરોડને પાર કરવાથી થોડું દૂર છે.













