- ક્રિકેટ પર વાત કરતા સલમાને પોતાની વાત કરી
- કેટરીનાએ કર્યા વિરાટ કોહલીના જોરદાર વખાણ
- હવે પછી ટાઈગર સિરીઝ આગળ વધે એવા એંધાણ
સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ટાઈગર 3 હાલ થિએટર્સમાં ચાલી રહી છે. આ ફિલ્મ દિવાળીના દિવસે રિલીઝ કરવામાં આવી હતી. જેના કારણે દર્શકોને સારો એવો રિપોન્સ મળ્યો હતો. ડોમેસ્ટિક માર્કેટમાંથી ફિલ્મે 8 દિવસમાં 220 કરોડથી વધારે કેશનું ક્લેક્શન કરી લીધું હતું. પણ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના ફાઈનલ મેચ દરમિયાન સલમાને પોતાની આગામી નવી ફિલ્મને લઈને અપડેટ આપી દીધી હતી. એટલે શક્ય છે કે, આવનારા દિવસોમાં ટાઈગર 4 આવી શકે છે.
ટાઈગર 4 ની રાહ જુઓ
વર્લ્ડકપની ફાઈનલ મેચ પહેલા સલમાન અને કેટરિના ટાઈગર 3નું પ્રમોશન કરી રહ્યા હતા. આ દરમિયાન કેટરિનાએ વિરાટ કોહલીનું ગેમ પ્રત્યેનું કમિટમેન્ટ અને ઝનુનના વખાણ કર્યા હતા. કેટરિનાએ કહ્યું હતું કે, જ્યારે વિરાટે આરસીબી માટે રમવાનું શરૂ કર્યું એ સમયથી લઈને આજ સુધીની એની જર્ની જુઓ, એનો ગેમ ગ્રાફ જુઓ...સલમાન ખાને કહ્યું કે, તમે ટાઈગર 1થી લઈને ટાઈગર 3 જોઈને?! હવે ટાઈગર 4ની રાહ જુઓ. ફાઈનલ મેચના દિવસને બાદ કરતા ટાઈગર 3ની કમાણી સારી એવી રહી છે. પહેલા જ દિવસે ફિલ્મે 44 કરોડ રૂપિયાનું ક્લેક્શન કર્યું હતું. પછી વર્લ્ડવાઈડ સારૂ એવું ક્લેક્શન રહ્યું છે. મેચની ફાઈનલને કારણે ફિલ્મના ક્લેક્શન પર એક અસર જોવા મળી હતી.
બેસ્ટ છે કેટરિનાની એક્ટિંગ
પણ સારી વાત એ છે કે, આઠ જ દિવસમાં ટાઈગર 3 ફિલ્મે 200 કરોડનો વકરો કરી લીધો હતો. હજુ પણ સારૂ એવું ક્લેક્શન થાય એવી આશા મેકર્સ રાખી રહ્યા છે. યશરાજ ફિલ્મની સ્પાય યુનિવર્સની આ પાંચમી ફિલ્મ છે. જેમાં ઈમરાન હાશમીએ વિલનનો રોલ પ્લે કર્યો હતો. જોકે, આ ફિલ્મમાં કેટરિનાની એક્ટિંગના ફેન્સ વખાણ કરી રહ્યા છે. જે રીતે તેણે ફાઈટ સીન આપ્યા છે. તે અગાઉની સીઝન કરતા પણ સારા હોવાનું ફેન્સ માની રહ્યા છે.