બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ફરી એકવાર ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની મોટી કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો છે. મુંબઈ ઈન્કમ ટેક્સ વિભાગની ટીમોએ ટેક્સ ચોરી અને ફિલ્મોના નામે વિદેશોમાં પૈસા મોકલવાના મામલે ઘણી જાણીતી હસ્તીઓ અને પ્રોડક્શન હાઉસો પર એકસાથે મોટી કાર્યવાહી શરૂ કરી છે.

મુશ્કેલીમાં આ કલાકારો

મળતી માહિતી મુજબ, આ કાર્યવાહી હેઠળ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ, જાણીતા ફિલ્મ નિર્માતા વાસુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝ સાથે જોડાયેલા લગભગ 12 સ્થળો પર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
Rakul Preet Singh IT raid, Vashu Bhagnani (2)

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્કમ ટેક્સ વિભાગને લાંબા સમયથી બાતમી મળી રહી હતી કે ફિલ્મોના શૂટિંગ, ઓવરસીઝ ડિસ્ટ્રિબ્યુશન અને પ્રોડક્શનના નામે મોટી રકમ વિદેશોમાં મોકલવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓને શંકા છે કે આ આખી પ્રક્રિયામાં મોટા પાયે ટેક્સની ગેરરીતિ અને નાણાકીય ગોટાળા કરવામાં આવ્યા છે. આ સંદર્ભમાં મુંબઈ આઈટીની અલગ-અલગ ટીમો મુંબઈમાં આવેલી ઘણી ઓફિસો અને પરિસરોમાં તપાસ કરી રહી છે.
Rakul Preet Singh IT raid, Vashu Bhagnani (1)

ઈન્કમ ટેક્સની રડારમાં આવેલા આ મોટા નામ

રકુલ પ્રીત સિંહ: બોલીવુડ અને સાઉથ સિનેમાની પોપ્યુલર એક્ટ્રેસ

વાસુ ભગનાની: પૂજા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ ઘણી મોટી બોલીવુડ ફિલ્મો બનાવનારા જાણીતા પ્રોડ્યુસર

પેનોરમા સ્ટુડિયોઝ: દ્રશ્યમ ફ્રેન્ચાઈઝી જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવનારું મોટું પ્રોડક્શન હાઉસ

હાલમાં ઈન્કમ ટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન ચાલુ છે. એવું માનવામાં આવે છે કે તપાસ પૂરી થયા પછી આઈટી વિભાગ આ નાણાકીય ગેરરીતિ સાથે જોડાયેલા મોટા ખુલાસા કરી શકે છે.

આ પણ વાંચો-Bigg Boss 20 : ઈશા રિખી થઈ ઘરની બહાર, ડીપફેક-AI વીડિયો પર લાલઘૂમ થયા સલમાન ખાન!