• કાન્સમાં તીખી મરચી બનીને છવાઈ ગઈ ઉર્વશી
  • ઉર્વશીના આ લૂકના ફેન્સ કરી રહ્યા છે વખાણ
  • પહેલા દિવસનો લૂક આલિયાના મેટ ગાલાથી 7 ગણો મોંઘો

ફ્રાન્સના કાન્સમાં 77મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ આયોજિત થઈ રહ્યો છે. આ ઈવેન્ટમાં દુનિયાના તમામ સ્ટાર્સ પોતાની અદાઓ દેખાડી રહ્યા છે. કાન્સની રેડ કાર્પેટ પર પહેલા દિવસે ઉર્વશી રૌતેલાએ ગુલાબી પરી બનીને ફેન્સનું દિલ જીતી લીધું હતું. હવે બીજા દિવસે તે રેડ લૂકમાં કમાલ લૂક આપી રહી હતી. તેનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. યૂઝર્સ પણ ઉર્વશીના આ લૂકના વખાણ કરી રહ્યા છે.

તીખી લાલ મિર્ચી બનીને મચાવ્યો કહેર

ઉર્વશી હાલમાં કાન્સમાં પોતાનો જલવો દેખાડી રહી છે. આ ઈવેન્ટના બીજા દિવસે એક્ટ્રેસનો હોટ લૂક સામે આવ્યો છે. કાન્સમાં બીજા દિવસે ઉર્વશી તીખી લાલ મિર્ચ બનીને લોકોના દિલ પર છવાઈ હતી. કાન્સમાં અન્ટ દિવસે રેડ આઉટફિટની સાથે ફેસ પણ ગ્લો કરી રહ્યો હતો. તેનો મેકઅપ અને હેરસ્ટાઈલ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો હતો.

 

યૂઝર્સે કર્યા વખાણ

એક યૂઝરે એક્ટ્રેસના ફોટો પર કમેન્ટ કરતા લખ્યું કે તમે ખૂબ સુંદર લાગી રહ્યા છો. અન્ય એક યૂઝરે લખ્યું- નેચરલ બ્યુટી. તો ત્રીજા યૂઝરે લખ્યું કે કોઈ આટલું સુંદર કેવી રીતે હોઈ શકે છે. આ રીતની કમેન્ટ્સ હવે ઉર્વશીના ફોટો પર આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ઉર્વશીએ પહેલા દિવસના કાન્સના લૂકના ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

આલિયાના મેટ ગાલા લૂકથી 7ગણો મોંઘો

ઉલ્લેખનીય છે કે એકટ્રેસે કાન્સના બીજા દિવસના ફોટો શેર કર્યા નથી પણ સોશિયલ મીડિયામાં તેના ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. એક્ટ્રેસ ફક્ચ ઈન્સ્ટા સ્ટોરીમાં કેટલાક ફોટો શેયર કર્યા છે. પહેલા દિવસના લૂકની વાત કરીએ તો મળતી માહિતિ અનુસાર ઉર્વશીનો કાન્સ 2024નો પહેલા દિવસનો લૂક આલિયા ભટ્ટના મેટ ગાલા લૂકથી 7 ગણો મોંઘો છે.

 

કાન્સ 2024માં ઉર્વશીનો પ્રભાવ

મીડિયા રિપોર્ટ અનુસાર ઉર્વશી રૌતેલાનો કાન્સ 2024નો ગાઉન આલિયાના મેટ ગાલા આઉટફિટથી 7 ગણો વધારે મોંઘો છે. એટલું નહીં તેને બનાવવામાં 2113 કલાકનો સમય લાગ્યો છે. ઉર્વશીનો કાન્સ 2024નો ગાઉન ખાસ છે. લોકોને એક્ટ્રેસનો પહેલા દિવસનો લૂક ખાસ પસંદ આવ્યો હતો. ઉર્વશીનો બીજા દિવસનો લૂક પણ ઈન્ટરનેટ પર છવાયો છે.  

  • Follow us on: