• ક્રિસમસમાં અપનાવાતા વેસ્ટર્ન કલ્ચરની ચર્ચા કરી
  • ગીતા જયંતિ અને તુલસી દિવસની આપી શુભકામનાઓ
  • ક્રિસમસની સાથે આવનારી પેઢીને પોતાની સંસ્કૃતિનો ખ્યાલ હોય તે જરૂરી

દુનિયાભરમાં ગઈકાલે ક્રિસમસના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. દરેક લોકો પોતપોતાની રીતે આ ફેસ્ટિવ સીઝનને સેલિબ્રેટ કરી રહ્યા છે. આ સમયે ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં પણ ક્રિસમસની ધૂમ જોવા મળી રહી છે.

ભારતમાં ક્રિસમસ સેલિબ્રેટ કરનારાને એકટ્રેસે માર્યો ટોણો

આ સમયે ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહે ક્રિસમસને લઈને એવી વાત કરી છે જે ચર્ચાનો વિષય બની છે. ક્રિસમસના અવસરે અક્ષરા સિંહે ભારતમાં અપનાવવામાં આવી રહેલા વેસ્ટર્ન કલ્ચરની ચર્ચા કરી હતી.

કહ્યું- આપણી સંસ્કૃતિ ન ભૂલો

એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તેઓએ 25મીએ ગીતા જયંતિ અને તુલસી દિવસની શુભકામનાઓ આપી છે. આ સાથે તેઓએ એમ પણ કહ્યું કે તમામ લોકો મેરી ક્રિસમસનો તહેવાર મનાવી રહ્યા છે. મને લાગે છે કે ક્રિસમસની સાથે સાથે આવનારી પેઢીને પણ આપણી સંસ્કૃતિનો ખ્યાલ હોવો જોઈએ.

 

લોકોએ આ રીતે કર્યું રીએક્ટ

સોશિયલ મીડિયા પર એક્ટ્રેસનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પર કમેન્ટ્સની ભરમાર છે. લોકોને એક્ટ્રેસનો આ વિચાર સારો લાગ્યો છે અને તેમને સપોર્ટ કરતા જોવા મળ્યા છે. કોઈ એક યૂઝરે લખ્યું કે ભોજપુરી એક્ટ્રેસ અને કરોડો દિલ પર રાજ કરનારી અક્ષરાને અનેક શુભકામનાઓ. તો અન્ય યૂઝર્સે અક્ષરાની પોસ્ટ પર જય ક્ષી રામના નારા લખ્યા. વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષરા સિંહ ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે. તો એક્ટ્રેસ બિગ બોસ ઓટીટીમાં પણ જોવા મળી હતી. 

  • Follow us on: