- ઈલિયાના ડિક્રૂઝે પાર્ટનરનું લાંબા સમય સુધી નામ જાહેર નહોતું કર્યું
- બોલિવૂડની અભિનેત્રીએ ક્રિસમસ સેલિબ્રેશન કર્યું
- દીકરાના ફોટા, વીડિયો અને ઘણુંબધું શેર કર્યું
બોલિવૂડની અભિનેત્રી ઈલિયાના ડિક્રૂઝ જ્યારથી મા બની છે ત્યારથી તે સાતમા આસમાન પર છે. મતલબ કે એની આનંદનો કોઈ પાર નથી. ઈલિયાનાએ આ વર્ષે ઓગસ્ટમાં પોતાના પ્રથમ સંતાન કોઆ ફિનિક્સ ડોલનને જન્મ આપ્યો હતો. હવે આ અભિનેત્રીએ ફેંસને પોતાના નાનકડા પરિવારની સાથે પોતાના પ્રથમ ક્રિસમસની એક ઝલક મોકલી આપી છે. ઈલિયાનાએ બેબી કોઆ અને પોતાના બોયફ્રેન્ડ માઈકલ ડોલન સાથે ક્રિસમસ ફૅસ્ટિવની કેટલીક મનમોહન તસવીરો પોસ્ટ કરી છે.
સોમવારે સવારે ઈલિયાના ડિક્રૂઝે પોતાના ઈન્સ્ટાગ્રામ પર નાતાલની ઉજવણીના ફોટોઝ અને વીડિયોની એક સિરીઝ શેર કરી હતી. પ્રથમ વીડિયો વીડિયો ક્લિપમાં ક્રિસમસ સ્ટોકિંગ્સની એક જોડી ચીમની પાસે લટકતો જોઈ શકાય છે. એક ક્રિસમસ ટ્રીને સુંદર રીતે શણગારી છે. પાસે લાઈટિંગ કરવામાં આવ્યું છે. અન્ય ફોટામાં ચોકલેટ કેક અને મુલ્તાની વાઈન જોઈન શકાય છે. એક પ્રેમભર્યો વીડિયો ક્લિપમાં બેબી કોઆને ક્રિસમ ટ્રી પાસે સૂઈ રહેલ દર્શાવ્યું છે. એક નાનકડું રમકડું છે, જેની પર કોઆનું નામ લખેલું દેખાય છે. ફોટોઝમાં માઈકલ ડોલનની સાથે પોઝ આપતા જોઈ શકાય છે. પોસ્ટમાં માઈકલ ડોલન માઈકલ ડોલન, પોતાની બહેન ફરાહ ડિક્રૂઝ અને પોતાની મા સમીરા ડિક્રૂઝને ટેગ કર્યા હતા.
https://www.instagram.com/p/C1Qw3h4sJf_/?utm_source=ig_web_copy_link
ઈલિયાનાએ કેપ્શનમાં લખ્યું કે, તે ખૂબ આભારી છે અને ભાગ્યશાળી પણ છે. આ તહેવારને પોતાના નાનકડા પરિવારની સાથે મનાવી શકી છું ઈલિયાના ડિક્રૂઝના પુત્ર કોઆ ફિનિક્સ ડોલનનો જન્મ એક ઓગસ્ટ 2023ના રોજ થયો હતો. જેની જાહેરાત કરતા અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નવજાત પુત્રની સુંદર તસવીર શેર કરી હતી. તેની પર લખ્યું હતું કે, ''કોઈપણ શબ્દ એ નથી દર્શાવી શકતું કે, ''આપણે પોતાના પ્રિય દીકરાનું સ્વાગત કરતા કેટલા ખુશ છીએ.'' એક્ટ્રેસે ઘણા લાંબા સમય સુધી પોતાના પતિની ઓળખ છુપાવીને રાખી હતી. જો કે તે પોતાની લવલાઈફ અંગે ચૂપ રહી હતી. પરંતુ તેના થોડા મહિના પહેલા પોતાના પ્રેમીની સાથે ફોટોઝની એક શ્રેણી શેર કરી હતી. મળતી માહિતી પ્રમાણે ઈલિયાના અને તેનો પાર્ટનર માઈકલ ડોલન પહેલાથી પરિણીત છે અને આ વર્ષે 13 મેના રોજ લગ્ન કરી લીધા હતા.













