લોકપ્રિય ટીવી રિયાલિટી શો 'CID 2' માં એક ટ્વિસ્ટ આવ્યો હતો, જેના કારણે આ શો આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. છેલ્લા એપિસોડમાં, બતાવવામાં આવ્યું હતું કે એસીપી પ્રદ્યુમનનું અવસાન થયું છે. એનો અર્થ એ કે આ પાત્ર પૂરું થઈ ગયું છે અને હવે શિવાજી સાટમ ટીવી પર આ ભૂમિકામાં જોવા મળશે નહીં. ત્યારબાદ એર નવા કેરેક્ટરની એન્ટ્રી થઈ ગઈ છે.
એસીપી પ્રદ્યુમનના મૃત્યુ પછી, એવા અહેવાલો હતા કે શોમાં તેમનું સ્થાન એક નવું પાત્ર લેશે. તે પાત્ર એક નવા ACPનું હશે. 12 એપ્રિલના રોજ રિલીઝ થયેલા 33મા એપિસોડમાં, નિર્માતાઓએ નવા ACP ની ઝલક બતાવી છે.
CID ના લેટેસ્ટ એપિસોડમાં શુ થયું?
ખરેખર, શોમાં બતાવવામાં આવ્યું છે કે બે નવી ખાસ મહિલા પોલીસને પંકજ અને પૂર્વીને એક કેસમાં મદદ કરવા માટે CID મોકલવામાં આવે છે. કેસ ઉકેલાયા પછી, પૂર્વી બંનેને કહે છે કે તમે બંને કાયમ માટે અમારી ટીમમાં કેમ નથી જોડાતા. જેના પર એક પોલીસ કહે છે "તમારી ટીમ? મેં ACP વગર CID જોયું નથી." પછી CID બ્યુરોમાં કોઈના આવવાનો અવાજ સંભળાય છે.
કોણ છે નવા ACP
એક માણસ સ્ટાઇલિશ અંદાજમાં પ્રવેશતો જોવા મળે છે. તેને આવતો જોઈને પંકજ પૂછે છે કે તું કોણ છે? જેના પર તે માણસ ભારે અવાજમાં કહે છે, "તમારો નવો ACP." આ નવા ACPનો ચહેરો હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ આ ACP બીજું કોઈ નહીં પણ અભિનેતા પાર્થ સમથાન છે.
34 માં એપિસોડમાં દેખાશે ACP ની નવી એન્ટ્રી
રવિવાર રાત્રે, ૧3 એપ્રિલ (34મો એપિસોડ) ના રોજ પ્રસારિત થનારા એપિસોડમાં આપણે પાર્થને સંપૂર્ણ રીતે જોઈશું. તેના પાત્રનું નામ એસીપી અંશુમન છે. જોકે, પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે પાર્થ શિવાજી સાટમની જગ્યા લઈ રહ્યા છે.