- સિટાડેલ હની બન્નીનું ટીઝર રિલીઝ થયું છે
- વરુણ ધવન સામંથા રૂથ પ્રભુની જોરદાર એક્શન જોવા મળી
- આ સિરીઝ આ દિવસે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે
બોલિવુડ એક્ટર વરુણ ધવન અને સાઉથની જાણીતી એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુની જોડી ટૂંક સમયમાં લોકોનું મનોરંજન કરતી જોવા મળશે. વરુણ અને સામંથાની એક્શનથી ભરપૂર સિરીઝ 'સિટાડેલ'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.
'સિટાડેલ-હની બન્ની'નું પાવરફુલ ટીઝર રિલીઝ
'સિટાડેલ હની બન્ની'નું ટીઝર આજે એટલે કે 1 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ હિન્દી વેબ સિરીઝ રોમાંચથી ભરપૂર હશે. આ સિવાય આ સિરીઝ દર્શકોને જાસૂસ, રોમાન્સ અને જંગલ સફારી પર લઈ જવાનું વચન આપે છે.
એમેઝોન પ્રાઈમ વીડિયો પર રીલીઝ થશે આ સીરીઝ
'સિટાડેલ - હની બન્ની'ના મેકર રાજ અને ડીકે તેમના એક્સ હેન્ડલ પર તેનું ટીઝર રિલીઝ કર્યું છે. વરુણ અને સામંથા સિવાય તેમાં કેકે મેનન, સિમરન, સોહમ મજુમદાર, શિવંકિત સિંહ પરિહાર, કાશવી મજુમદાર, સાકિબ સલીમ અને સિકંદર ખેર પણ લીડ રોલમાં છે. રિપોર્ટ મુજબ 'સિટાડેલ: હની બન્ની' ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે.
આ સિરીઝ 7 નવેમ્બર 2024ના રોજ થશે સ્ટ્રીમ
દોઢ મિનિટના ટીઝર વીડિયોમાં ઘણું બધું જોવા મળે છે. જાસૂસના રોલમાં સામંથા રૂથ પ્રભુની જબરદસ્ત એક્શન, વરુણ ધવનની ઈમોશનલ સ્ટોરી અને કેકે મેનનની અલગ સ્ટાઈલે ફેન્સને આશ્ચર્યચકિત કર્યા છે. આ વેબ સિરીઝ 7 નવેમ્બર 2024ના રોજ રિલીઝ થશે.
https://www.instagram.com/p/C-H28Y0yrF6/?hl=en
સામંથાએ કામમાંથી લીધો બ્રેક
તમને જણાવી દઈએ કે આ વેબ સિરીઝની લીડ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુએ પોતાની ગંભીર બીમારીના ઈલાજને કારણે લાંબા સમયથી કામમાંથી બ્રેક લીધો છે. આ સીરિઝનું શૂટિંગ પૂરું કર્યા બાદ સમંથા અમેરિકામાં છે. ત્યાં તેની ઓટો-ઈમ્યુન ડિસીઝની સારવાર ચાલી રહી છે.
વરુણ ધવનના આગામી પ્રોજેક્ટ્સ
મીડિયા રિપોટ મુજબ વરુણ ધવન અને મૃણાલ ઠાકુરની જોડી ડેવિડ ધવનની અપકમિંગ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મનું પહેલું શૂટિંગ શેડ્યૂલ મુંબઈમાં પૂરું થઈ ગયું છે. આ સિવાય હાલમાં વરુણ ધવન પોતાનો સંપૂર્ણ સમય પત્ની અને બાળકને આપી રહ્યો છે.