‘ઘણા બેસ્ટ ગીતોને અવાજ આપનાર સોનુ કક્કડે તાજેતરમાં જ તેના નાના ભાઈ ટોની કક્કર અને નેહા કક્કડ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. જોકે, ચર્ચા ગરમાયા બાદ સોનુએ પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી છે. સોનુ કક્કડની પોસ્ટ તેના ચાહકો માટે ખૂબ જ આઘાતજનક હતી. સોશિયલ મીડિયા પર ઘણા ચાહકોએ આ પોસ્ટ પર ટિપ્પણીઓ કરી હતી.
ફેમસ સિંગર સોનુ કક્કરે તાજેતરમાં જ એક એવું પગલું ભર્યું, જેનાથી તેના ફેન્સ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના લોકો ચોંકી ગયા. સોનુ કક્કડે શનિવારે સાંજે તેના ઓફિશિયલ X પ્લેટફોર્મ (અગાઉ ટ્વિટર) પર લખ્યું, ‘મને તમને બધાને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે હું હવે બે પ્રતિભાશાળી સુપરસ્ટાર નેહા કક્કડ અને ટોની કક્કડની બહેન નથી. મેં આ નિર્ણય ખૂબ જ ભાવનાત્મક પીડા સાથે લીધો છે અને આજે હું ખરેખર નિરાશ છું.’












