ટેલિવિઝન એકટ્રેસ દીપિકા કક્ક્ડ ને સ્ટેજ 2 કેન્સર હોવાની વાત સામે આવાથી ફેન્સ તેની જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેના માટે પ્રાથના કરી રહ્યા હતા. તેના પતિ શોએબ સાથે દીપિકા હંમેશા સોશિયલ મીડિયાથી ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તેના કેન્સરની ખબર બહાર પડતાની સાથે ફેન્સને આ વાતથી મોટો ઝટકો લાગ્યો હતો.


દીપિકા ICUમાં છે અને તે સ્વસ્થ છે

એકટ્રેસ દીપિકા કક્કડ અને તેનો પતિ શોએબ ઈબ્રાહિમ માટે આ મુશ્કેલ સમય છે. દીપિકીને સ્ટેજ 2 લિવર કેન્સર હોવાની ખબર પડી જેના પછી તેના સારવારની શરૂઆત કરવામાં આવી. હવે તેને સર્જરી 3 જૂને કરવામાં આવી હતી અને તે સફળ થઈ હતી. પતિ શોએબે જણાવ્યું હતું કે દીપિકા ICUમાં છે અને તે સ્વસ્થ છે. શોએબ ફેન્સને પ્રાથનાની અપીલ કરી હતી.


શોએબે શેર કરી પોસ્ટ

શોએબે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી. તેને પોસ્ટ કરતી વખતે દીપિકાની હેલ્થ અપડેટ શેર કરી. અને તેણે લખ્યું કે, બધાને નમસ્તે, કાલે રાતે અપડેટ ના આપી શક્યો કારણ કે સર્જરી લાંબી ચાલી. દીપિકા 14 કલાક ઓપરેશન થિયેટરમાં રહી. પરંતુ હવે બધું બરાબર છે. દીપ્પી હવે ICUમાં છે. તેને દર્દ થઈ રહ્યું છે પરંતુ તે હવે સ્ટેબલ છે.

ફેન્સને કહ્યું ધન્યવાદ

શોએબે આગળ કહ્યું કે, તમારા બધાના પ્રેમથી અને દુઆ અને સર્પોટ માટે દિલ થી ધન્યાવાદ. હકીકતમાં તમારા બધાનો સર્પોટ મારા માટે ખૂબ જ ખાસ છે. દીપ્પી જ્યારે ICUમાં બહાર આવશે ત્યારે હું અપડેટ આપીશ, ફરી એક વાર ધન્યવાદ, અને તેના માટે પ્રાથના કરતા રહેજો. જણાવી દઈએ કે ગયા મહિને દીપિકાએ ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી અને તેમા જણાવ્યું હતું કે તેને લિવર કેન્સર છે અને તે સ્ટેજ 2નું છે. તેને પેટના ઉપરના ભાગે દર્દ થાય છે અને જ્યારે તેને ચેકઅપ કરાયું ત્યારે ખબર પડી કે તેને લિવરમાં ટેનિસ બોલના કદ જેટલું ટયૂમર છે અને પાછળથી તે કેન્સર નીક્ળયું હતું.


  • Follow us on: