કરણ જોહરની આગામી ફિલ્મ 'હોમબાઉન્ડ' રિલીઝ થાય એ પહેલા જ ચર્ચામાં આવી છે. ફિલ્મનું પ્રીમિયર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાયું હતું. જ્યારે ફિલ્મ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. ત્યારે બીજી તરફ, હવે આ ફિલ્મના ક્રૂ મેમ્બર વિશે એક ચોંકાવનારા કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફિલ્મ હોમબાઉન્ડના સિનેમેટોગ્રાફર પ્રતીક શાહ પર જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો છે. હવે ફિલ્મના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન્સે આ અંગે સ્પષ્ટતા કરી છે.


પ્રતીક શાહ પર જાતીય સતામણીનો આરોપ

ફિલ્મ હોમબાઉન્ડના સિનેમેટોગ્રાફર પ્રતીક શાહ પર જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. હવે ફિલ્મના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન્સે આ અંગે સ્પષ્ટતા કરી નિવેદન જાહેર કર્યુ છે અને જણાવ્યુ છે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમને પ્રતીક શાહ વિરુદ્ધ આવી કોઈ ફરિયાદ મળી નથી. ધર્મા પ્રોડક્શન્સ કોઈપણ પ્રકારની ઉત્પીડન પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે અને જાતીય સતામણીના તમામ કેસોને ખૂબ જ ગંભીરતાથી સંભાળે છે. પ્રતીક શાહ આ પ્રોડક્શન હાઉસ સાથે ફ્રીલાન્સર તરીકે સંકળાયેલા છે. જે હોમબાઉન્ડ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા.

શું હતો મામલો?

સ્વતંત્ર ફિલ્મ નિર્માતા અભિનવ સિંહે તેમના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મુકી છે. તેમણે તેમની મહિલા મિત્રોને સિનેમેટોગ્રાફર પ્રતીક શાહથી સાવધાન રહેવાની ચેતવણી આપી હતી. તેમણે દાવો કર્યો હતો કે ઘણી મહિલાઓએ તેમને સિનેમેટોગ્રાફરના હિંસક વર્તન વિશે જણાવ્યું હતું. તે જ સમયે, ફિલ્મ નિર્માતા સૃષ્ટિ રિયા જૈને પણ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સ્ક્રીનશોટની શ્રેણી શેર કરી અને દાવો કર્યો કે પ્રતીક શાહ 4 વર્ષથી શોધખોળમાં છે. 

  • Follow us on: