ફિલ્મ નિર્દેશક સનોજ મિશ્રાને દિલ્હી હાઇકોર્ટે રાહત આપી છે. પીડિતાએ કોર્ટમાં નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, તેઓ સનોજ મિશ્રા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. અને તેમની સાથે કોઇ જબરદસ્તી ન કરવામાં આવી હોવાનું તેણે સ્વીકાર્યુ હતુ. તેઓ સહમતિ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હોવાનુ કોર્ટમાં જણાવ્યુ હતુ. પીડિતાએ વધુમાં કહ્યુ હતુ કે, તેઓએ વિરોધીઓના દબાવમાં આવીને રેપ કેસ દાખલ કર્યો હતો. હવે આ સમગ્ર મામલે સનોજ મિશ્રાને જામીન મળ્યા છે. અને દિલ્હી હાઇકોર્ટે રાહત આપી છે.


સનોજ મિશ્રાને કોર્ટ તરફ રાહત

ફિલ્મ નિર્દેશક સનોજ મિશ્રા પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અને બાદમાં તેમની ધરપકડ પણ કરાઇ હતી. હવે આ મામલે તેઓને દિલ્હી હાઇકોર્ટ તરફથી જામીન આપવામાં આવ્યા છે. પીડિતાએ દાખલ કરેલા હલફનામાંમાં તેણે પોતાનું નિવેદન ફેરવી તોળ્યુ હતુ. પીડિતાએ કોર્ટમાં કહ્યુ હતુ કે, તે અને સનોજ સહમતિ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. તેણે આ રેપ કેસ વિરોધીઓના દબાણમાં આવીને નોંધાવ્યો હતો. અને આ આરોપો હેઠળ સનોજ મિશ્રાની ધરપકડ કરાઇ હતી.

કુંભ ગર્લ મોનાલિસા સાથે ફિલ્મ શૂટીંગ

દિલ્હી પોલીસે સનોજ મિશ્રાને 30 માર્ચના રોજ ધરપકડ કરી હતી.અને તેમના પર કલમ 376, 354C, 313, 323 અને 506 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. સનોજ લાંબા સમય સુધી જેલમાં બંધ હતા. અગાઉ સનોજની જામીન અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી હતી. પરંતુ હવે પીડિતાએ પોતાનું નિવેદન બદલી નાંખતા સનોજ મિશ્રાને જામીન આપવામાં આવ્યા છે. સનોજ મિશ્રા કુંભ ગર્લ મોનાલિસા સાથે ફિલ્મ બનાવવાની જાહેરાત કર્યા બાદ પ્રખ્યાત થયા હતા. તેમની સાથે કુંભ ગર્લ તરીકે ઓળખ મેળવનાર મોનાલિસા તેમની આગામી ફિલ્મની અભિનેત્રી હતી. પરંતુ રેપ કેસનો મામલો સામે આવ્યા બાદ તેમની ફિલ્મની શૂટીંગ રોકવામાં આવી હતી. 

  • Follow us on: