પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ 2025 ઘણા લોકો માટે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયું છે. આ મહાકુંભમાં માળા વેચતી છોકરીનું નસીબ પણ ચમક્યું અને તે મહાકુંભની વાયરલ છોકરી મોનાલિસા બની ગઇ. મોનાલિસા ભોંસલ તેની આંખોને કારણે લોકપ્રિય બની. તેની ઘેરા વાદળી રંગની આંખોએ તો આખી દુનિયાને દોડાવી એમ કહીએ તો પણ ચાલે. કારણ કે જે પણ મહાકુંભ જાય ત્યા જઇને મોનાલિસાને મળવાની ઇચ્છા રાખે. જોત જોતામાં તે એટલી ફેમસ બની ગઇ કે બોલિવૂડમાંથી ફિલ્મોની ઓફર મળવા લાગી.. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મોનાલિસા હવે ફિલ્મી દુનિયામાં પ્રવેશી ચૂકી છે. પોતાની પહેલી ફિલ્મ પહેલા જ તેણે એક મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે, જેના વિશે ઘણી ચર્ચા થઈ છે. આ ઉપરાંત, તે મોડેલિંગની દુનિયામાં પણ હાથ અજમાવી રહી છે.


મોનાલિસા બની સ્ટાઇલિશ 

મોનાલિસા ક્યારેક ડાન્સ કરતી, તો ક્યારેક મેકઅપ કરતી જોવા મળે છે. તેના ટ્રાન્સફોર્મેશનના અલગ અલગ વીડિયો અને ફોટો સામે આવતા રહે છે. તેનું ટ્રાન્સફોર્મેશન જોઇને એમ થાય કે શું ખરેખર આ મોનાલિસા જ છેને ? ત્યારે હાલમાં જ તેનો એક લુક સામે આવ્યો છે જેમાં તે એટલી જબરદસ્ત લાગી રહી છે કે બોલિવુડની અભિનેત્રીઓ પણ પાછી પડે. બ્લેક સૂટ અને હીરાના હારમાં સજ્જ મોનાલિસાની કાતિલ અદા નહી પણ એક માત્ર લુક જોઇને જ સુપર મોડલ જેવુ લાગવા લાગે..આ નવા લુકે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તેનો મેકઅપ અને સ્ટાઇલ એટલી પરફેક્ટ છે કે તે એક આંતરરાષ્ટ્રીય સુપરમોડેલ જેવી લાગે છે. તેણીએ ભીના વાળથી પોતાનો લુક પૂર્ણ કર્યો છે અને મેકઅપ એકદમ લાઇટ કરેલો છે.


ફેન્સ કરી રહ્યા છે દીપિકા સાથે સરખામણી 

ક્યારેક દેશી સ્ટાઇલમાં તો ક્યારેક મોર્ડન લુકમાં, પરંતુ તેના તાજેતરના ટ્રાન્સફોર્મેશનને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ થશે કે આ એ જ મોનાલિસા છે. આ વખતે તેનો અંદાજ એટલો ગ્લેમરસ અને ભવ્ય છે કે તે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓને પણ સખત સ્પર્ધા આપતી જોવા મળે છે. એવું લાગે છે કે આ શૂટ કોઈ મોટા બ્રાન્ડ માટે કરવામાં આવ્યું છે, જોકે તેના વિશે હજુ સુધી વધુ માહિતી બહાર આવી નથી, પરંતુ તસવીરો સ્પષ્ટપણે દર્શાવે છે કે મોનાલિસાએ એક મોટા સ્તરનો પ્રોજેક્ટ હાથમાં લીધો છે. તેના લુકમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત તેનો અદભુત મેકઅપ અને સુંદર રીતે પહેરેલો હીરાનો હાર છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે તો તેની સરખામણી રાધિકા આપ્ટે સાથે પણ કરી હતી, જ્યારે મોટાભાગના લોકો તેની સરખામણી દીપિકા પાદુકોણ સાથે કરી રહ્યા છે. કેટલાક લોકોએ તેની સરખામણી વિદેશી સ્ટાર રિહાના સાથે પણ કરી છે. ઘણા લોકો તેમના વખાણ કરતા ક્યારેય થાકતા નથી. એક વ્યક્તિએ લખ્યું, 'તે બિલકુલ દીપિકા જેવી લાગે છે.' બીજા એક વ્યક્તિએ લખ્યું, 'તેણે દીપિકા અને રિહાન્નાને પણ પાછળ છોડી દીધા છે.' જ્યારે બીજા એક વ્યક્તિએ લખ્યું, 'તે રાધિકા આપ્ટે જેવી લાગે છે.'


આ ફિલ્મમાં જોવા મળશે

મોનાલિસાના ફિલ્મી કરિયરની વાત કરીએ તો, મોનાલિસા ટૂંક સમયમાં જ સનોજ મિશ્રા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ ડાયરીઝ ઓફ મણિપુર' થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. હાલમાં, તે આ ફિલ્મ માટે અભિનય, ડાયલોગ ડિલીવરી, એક્ટિંગની તાલીમ લઈ રહી છે. આ ઉપરાંત તેનું એક ગીત 'જય મહાકાલ' રિલીઝ થયું છે, જે ખૂબ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ગીતમાં પણ લોકો તેની શૈલીને પસંદ કરી રહ્યા છે. મોનાલિસાની નવી શૈલી અને તેની કારકિર્દીની આ નવી શરૂઆત બંને જોવા લાયક છે. જોકે, સનોજ મિશ્રા પર બળાત્કારના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

  • Follow us on: