• મલ્ટિસ્ટાર ફિલ્મ ડંકી કરી શકે છે મોટી કમાણી
  • રાજકુમાર સાથે શાહરૂખની પહેલી ફિલ્મ થશે
  • સ્ટોરી અંગે હજું પણ સસ્પેન્સ યથાવત રહ્યું છે

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર શાહરૂખ ખાને વર્ષ 2023માં પોતાની બે ફિલ્મો 'પઠાણ' અને 'જવાન'થી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. શાહરૂખ ખાન હવે તેની 2023ની ત્રીજી ફિલ્મ 'ડંકી' માટે તૈયાર છે. ફિલ્મ ડંકી તારીખ 21 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. મેકર્સે શાહરૂખ ખાનની આ ફિલ્મનું ટીઝર અને પહેલું ગીત રિલીઝ કર્યું છે, જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.

રીલિઝને લઈને વાત સ્પષ્ટ

હવે ફેન્સ શાહરૂખ ખાનની ફિલ્મ 'ડંકી'ના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટ્રેલરની રિલીઝ તારીખનો દાવો કરવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાનની ફિલ્મ 'ડંકી'ના ટ્રેલરની રિલીઝ ડેટ સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મનું ટ્રેલર 7 ડિસેમ્બરે રિલીઝ થઈ શકે છે. નિર્માતાઓ ફિલ્મ 'ડંકી'ના રિલીઝના બે અઠવાડિયા પહેલા ટ્રેલર રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. શાહરૂખ ખાનની ફિલ્મ જવાન સપ્ટેમ્બરમાં રીલિઝ થઈ હતી અને મેકર્સે આ રીતે ટ્રેલર રિલીઝ કર્યું હતું.

સારૂ ક્લેક્શન થવાની આશા

ફિલ્મે બોક્સ ઓફિસની કમાણીના ઘણા રેકોર્ડ તોડ્યા હતા. નોંધનીય છે કે આ મુંબઈમાં શાહરૂખ ખાનના ડબિંગ સ્ટુડિયોની બહાર જોવા મળ્યા હતા. ત્યારે ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર હિરાની ડબિંગ સ્ટુડિયોની બહાર જોવા મળ્યા હતા. આ પછી ફિલ્મ 'ડંકી'નું ટ્રેલર રિલીઝ થવાના સમાચાર સામે આવ્યા છે. વિકી કૌશલ અને તાપસી પન્નુ પણ શાહરુખ ખાનની ફિલ્મ 'ડિંકી'માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે, જેનું દિગ્દર્શન રાજકુમાર હિરાણી દ્વારા કરવામાં આવ્યું છે. શાહરૂખ ખાનની બે ફિલ્મો 'પઠાણ' અને 'જવાન' એ બોક્સ ઓફિસ પર 500 કરોડથી વધુની કમાણી કરી છે. હવે શાહરૂખ ખાનની ફિલ્મ 'ડંકી' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે.

  • Follow us on: