• સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ઈમરજન્સીનું ટ્રેલર કર્યુ શેર
  • ઈમરજન્સીના ટ્રેલરમાં વન લાઈનર ડાયલોગ્સથી ભરપૂર
  • ઈમરજન્સી ફિલ્મ 6 સપ્ટેમ્બર 2024 થશે રિલીઝ

કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ઈમરજન્સીનું ટ્રેલર આખરે આજે રિલીઝ થઈ ગયું છે. બુધવારના રોજ એટલે કે સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા અભિનેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ટ્રેલર શેર કર્યું છે. 1975માં ભારત પર આધારિત આ ફિલ્મ તે સમયની આસપાસ ફરે છે જ્યારે દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી. રાજકીય ડ્રામામાં કંગના ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવતી જોવા મળે છે. ટ્રેલર રિલીઝ થયા ફેન્સ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

કેવું છે ઈમરજન્સીનું ટ્રેલર?

ટ્રેલરની શરૂઆત કંગના રનૌતના ઈન્દિરા ગાંધીના પાત્રથી થાય છે. બેકગ્રાઉન્ડમાંથી કંગનાના અવાજમાં હોય છે, સત્તા એવી પસંદ કરો જે તમારા માટે કડક નિર્ણય લઈ શકે જેમાં દમ હોય. ત્યારબાદ ફરી બેકગ્રાઉન્ડમાંથી કોઈનો અવાજ આવે છે કે જેના હાથમાં સત્તા છે તેને શાસક કહેવામાં આવે છે, આ પછી ફરી વોઈસ ઓવર આવે છે કે ઈન્દિરા ગાંધીએ આસામમાં જઈને તેને પણ કાશ્મીર બનતા બચાવ્યું. ત્યારે ઈન્દિરા ગાંધીના ભૂમિકામાં કંગના લોકો વચ્ચે હાથ જોડીને જોવા મળે છે. ત્યારબાદ ખુરશી માટે નેતાઓનું યુદ્ધ પણ જોવા મળે છે. રાજનીતિમાં કોઈની સાથે કોઈ સંબંધ નથી હોતો જેવા ડાયલોગ્સ પણ ટ્રેલરમાં ભરપૂર છે.

કંગના રનૌતે પોતાને કરી સંપૂર્ણ સમર્પિત

ટ્રેલરમાં ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં કંગના રનૌતે પોતાને સંપૂર્ણ સમર્પિત કરી દીધી છે. તેમજ અન્ય કલાકારોના પાત્રો પરથી પણ પડદો હટાવી દેવામાં આવ્યો છે. ટ્રેલરમાં ઈન્દિરા ગાંધી ઈમરજન્સી લગાવતા અને તેમના કામ પર સવાલો ઉભા કરતા દ્રશ્યોથી ભરપૂર છે. ટ્રેલર જોયા બાદ ફેન્સ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

'ઈન્ડિયા ઈઝ ઈન્દિરા હૈ અને ઈન્દિરા ઈઝ ઈન્ડિયા'

ટ્રેલરને તેમના ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ કરતી વખતે, કંગનાએ કેપ્શનમાં લખ્યું છે કે, "ઈન્ડિયા ઈઝ ઇન્દિરા હૈ અને ઇન્દિરા ઇઝ ઇન્ડિયા છે!!! દેશના ઇતિહાસમાં સૌથી શક્તિશાળી મહિલા, તેમના ઇતિહાસમાં લખવામાં આવેલુ સૌથી કાળું પ્રકરણ! મહત્વાકાંક્ષા અત્યાચાર સાથે અથડામણની સાક્ષી છે. ઇમરજન્સી ટ્રેલર હવે રિલીઝ થયું!

'ઈમરજન્સી' સ્ટાર કાસ્ટ અને રિલીઝ ડેટ

ઈમરજન્સીમાં કંગના ઉપરાંત અનુપમ ખેર, મિલિંદ સોમન, મહિમા ચૌધરી અને શ્રેયસ તલપડે પણ છે. ફિલ્મમાં શ્રેયસ તલપડે અટલ બિહારી વાજપેયીની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે અનુપમ ખેર જયપ્રકાશ નારાયણની ભૂમિકામાં જોવા મળશે. દિવંગત અભિનેતા સતીશ કૌશિક પણ ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન જગજીવન રામની ભૂમિકામાં જોવા મળશે. ઈમરજન્સીની રિલીઝ ડેટ ઘણી વખત લંબાવવામાં આવી છે. હવે તે આખરે 6 સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે.


  • Follow us on: