- અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના છૂટાછેડાના સમાચાર સતત ચર્ચામાં
- અભિષેકે પત્ની ઐશ્વર્યા રાયની કારકિર્દી બરબાદ કરી દીધી છે: દાવો
- ઐશ્વર્યા રાયને મળેલી અનેક ફિલ્મોની ઓફર અભિષેક બચ્ચને ફગાવી
બોલીવુડ એક્ટર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના છૂટાછેડાના સમાચાર સતત ચર્ચામાં રહે છે. એવા અહેવાલો છે કે બંને વચ્ચે કંઈક બરાબર નથી. જો કે, આ અફવાઓ પર પોતાનું મૌન તોડતા અભિષેકે કહ્યું હતું કે તે હજુ પરિણીત છે.
અભિષેકે ઐશ્વર્યાની ફિલ્મી કારકિર્દી કરી બરબાદ
અભિષેકે છૂટાછેડાની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું હતું. તો કેટલાક ફેન્સનું માનવું છે કે ઐશ્વર્યાએ અત્યાર સુધી આ અંગે મૌન કેમ જાળવી રાખ્યું છે. આ દરમિયાન એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિષેકે પત્ની ઐશ્વર્યા રાયની કારકિર્દી બરબાદ કરી દીધી છે. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, શાહરૂખ ખાન સાથે હેપ્પી ન્યૂ યરમાં દીપિકા પાદુકોણ પહેલા ઐશ્વર્યા રાયને આ રોલ ઓફર કરવામાં આવ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે અભિષેક ખૂબ જ અસુરક્ષિત હતો અને તે નહોતો ઈચ્છતો કે ઐશ્વર્યા શાહરૂખ ખાન સાથે ફિલ્મમાં કામ કરે.
આ સિવાય પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પ્રિયંકા ચોપરા પહેલા ઐશ્વર્યાને દોસ્તાના ફિલ્મની ઓફર કરવામાં આવી હતી. પરંતુ અભિષેક બચ્ચને તેને આ ફિલ્મમાં કામ કરવા ન દીધું. આટલું જ નહીં, ઐશ્વર્યા રાયને ઘણી મોટી ફિલ્મોની ઓફર કરવામાં આવી હતી જે તેણે કોઈને કોઈ કારણસર કરવાની ના પાડી દીધી હતી.
આ કરાણે બંનેના છૂટાછેડાની અફવાઓ ઉડી
હાલમાં જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન અલગ-અલગ પહોંચ્યા હતા. જ્યાં ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે જોવા મળી હતી. અભિષેક બચ્ચન તેના આખા પરિવાર સાથે જોવા મળ્યો હતો. જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર અટકળો શરૂ થઈ ગઈ હતી કે બંને વચ્ચે કંઈ જ બરાબર નથી.