અભિનેત્રી કંગના રનૌત પોતાના બેબાક અભિપ્રયાને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રી કંગના પ્રિયંકા ચોપરાના પગલે ચાલી રહી છે. પ્રિયંકાની જેમ બોલીવુડની અનેક ફિલ્મોમાં પોતાનો જાદુ ચલાવ્યા બાદ કંગના હોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. કંગનાએ ફિલ્મો ઉપરાંત રાજનીતિમાં પણ ઝંપલાવ્યું હતું પરંતુ કંગનાએ ફરી પાછો યુ-ટર્ન મારતા ફિલ્મો તરફ પ્રવેશ કર્યો છે. જો કે હવે કંગના હોલીવુડની ફિલ્મમાં જોવા મળશે.
હોલીવુડનો મોટો પ્રોજેક્ટનો હિસ્સો
કંગના રનૌતના હાથમાં હોલીવુડનો મોટો પ્રોજેક્ટ લાગ્યો છે. અભિનેત્રી હોલીવુડ હોરર ડ્રામા ફિલ્મ 'બ્લેસ્ડ બી ધ એવિલ' માં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે. આ ફિલ્મમાં તે તે સ્કારલેટ સ્ટેલોન અને ટાયલર પોસી સાથે જોવા મળશે. આ ફિલ્મમાં એક ખ્રિસ્તી યુગલની સ્ટોરી છે જેઓ માતાપિતા બનવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જેના બાદ ફિલ્મ આગળ વધશે અને આ કપલ આગળ શું કરે છે તે બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ આ ઉનાળામાં શરૂ થઈ શકે છે. નિર્માતાઓએ કહ્યું કે આખી ફિલ્મ અમેરિકામાં જ શૂટ કરવામાં આવશે.
રાજનીતિ છોડી હોલીવુડમાં કંગના
બ્લેસ્ડ બી ધ એવિલ વિશે વાત કરીએ તો, તેનું દિગ્દર્શન અનુરાગ રુદ્ર કરી રહ્યા છે. આ ફિલ્મની વાર્તા પશ્ચિમી પૃષ્ઠભૂમિમાં સ્થાપિત ભારતના પરંપરાગત લોકકથાઓ પર આધારિત હશે, પરંતુ કંગનાની ભૂમિકા વિશે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. કંગના રનૌતની છેલ્લી કેટલીક ફિલ્મો ભારે ફ્લોપ રહી હતી. આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'ઇમર્જન્સી' પણ સારી કમાણી કરી શકી નહીં, ભલે તેની ટીકાકારો દ્વારા પ્રશંસા કરવામાં આવી હોય. પરંતુ દર્શકો ફિલ્મ જોવા માટે થિયેટરોમાં પહોંચ્યા ન હતા. બોલીવુડની ફિલ્મો ઉપરાંત કંગનાએ રાજનીતિમાં પણ ઝંપલાવ્યું હતું. પરંતુ અભિનેત્રીને રાજનીતિપણમાં જોઈએ તેવી સફળતા ના મળી. રાજનીતિ વધુ પડકારરૂપ લાગતા હવે અભિનેત્રી ફરી યુ-ટર્ન મારી ફિલ્મો તરફ પ્રયાણ કરી રહી છે. પરંતુ કંગના હવે હોલીવુડમાં જોવા મળશે.