ટીવી પર વર્ષો સુધી આવીને લોકોના દિલો દિમાગ પર સંપૂર્ણ છવાયેલી આઈકોનિક ક્રાઈમ ડ્રામા સિરીઝ સીઆઈડી ફરી પરત આવી રહી છે. સૌ આ ખબર સાંભળીને ઉત્સાહમાં આવી રહ્યા છે. સીઆઈડીનો સોની ટીવી ઓફિસિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર એક પ્રોમો રિલીઝ કર્યો છે, જેમાં સૌ કોઈ એવું કહી રહ્યા છે, કે આ સીઆઈડીનો પ્રોમો છે.
https://www.instagram.com/reel/DBgSwNktbus/?utm_source=ig_web_copy_link
સીઆઈડીનો પ્રોમો રિલીઝ થયો
સોશિયલ મીડિયામાં બહાર આવેલા પ્રોમોમાં શિવાજી સાટમ ઉર્ફે એસીપી પ્રદ્યુમનની ઝલક દેખાઈ રહી છે. તે હાથમાં છત્રી લઈને વરસાદમાં કારમાંથી બહાર નીકળતો જોવા મળે છે. તેઓ તેમની સામે કંઈક જુએ છે, જેને જોઈને તેમનો ચહેરો ઉડી જાય છે. આ વીડિયો દર્શકોમાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ટીવી પર પ્રસારિત થનારો આ સૌથી લાંબો ક્રાઈમ ડ્રામા શો છે.
સોની ટીવીના લોકોએ શેર કરેલા પ્રોમોના કેપ્શનમાં લખ્યું છે - તમારા કેલેન્ડર્સને માર્ક કરો, કારણ કે 26 ઑક્ટોબરના રોજ વિસ્ફોટક પ્રોમો ડ્રોપ થશે. તમને જણાવી દઈએ કે CID -2018 સુધી ટીવી પર ચાલતી હતી. તેમાં શિવાજી સાટમ ઉર્ફે એસીપી પ્રદ્યુમન, આદિત્ય શ્રીવાસ્તવ ઉર્ફે ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સ અને નરેન્દ્ર ગુપ્તા ઉર્ફે ડોક્ટર સાલુંખે મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. તે 1998થી ટીવી પર આવી રહી હતી. તે 20 વર્ષ સુધી ચાહકોમાં લોકપ્રિય રહ્યું.
ડિસેમ્બરમાં સીઆઈડી જોવા મળશે
મળતી માહિતી અનુસાર ટીવી પર આવતી સિરીયલ CIDનું શૂટિંગ મુંબઈમાં નવેમ્બર મહિનાથી શરૂ થશે. આ શો માટે મેકર્સને દર્શકો તરફથી સતત ડિમાન્ડ મળી રહી હતી. લાંબા વિરામ બાદ સારી સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી છે. તેમાં દયાનંદ શેટ્ટી પણ જોવા મળશે. બાકીની કાસ્ટ પણ એવી જ રહેશે. આ શો 6 વર્ષ બાદ પરત ફરી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ડિસેમ્બરમાં ક્રિસમસના અવસર પર ટીવી પર પ્રસારિત થશે.