• ઐશ્વર્યા રાય અભિષેક બચ્ચનના અલગ થવાના સમાચાર ચર્ચામાં
  • ઐશ્વર્યા રાયનો સલમાન ખાન સાથેનો ફોટો થયો વાયરલ
  • અનંત-રાધિકાના લગ્નમાં બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સે આપી હતી હાજરી

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સે હાજરી આપી હતી. આ દરમિયાન સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન પણ જોવા મળ્યા હતા. સલમાન તેની બહેન અલવીરા સાથે ફંક્શનમાં હાજર રહ્યો હતો, ઐશ્વર્યા બચ્ચન તેની પુત્રી આરાધ્યા સાથે પહોંચી હતી. અનંત-રાધિકાના લગ્નનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં ઐશ્વર્યા રાય સલમાન ખાન સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.

વાયરલ ફોટોમાં ઐશ્વર્યા રાય સલમાન ખાનનો હાથ પકડીને પોઝ આપતી જોવા મળે છે. આ દરમિયાન સલમાનની બહેન અર્પિતા પણ તેની સાથે તસવીરમાં જોવા મળી રહી છે. સલમાન બ્લેક કલરના કુર્તામાં જોવા મળી રહ્યો છે, જ્યારે ઐશ્વર્યા લાલ સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. પરંતુ તમને જણાવી દઈએ કે અનંત-રાધિકાના લગ્નમાંથી ઐશ્વર્યા અને સલમાન ખાનનો વાયરલ થઈ રહેલો આ ફોટો નકલી છે.

શું છે વાયરલ ફોટોનું સત્ય?

સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના આ વાયરલ ફોટોનું સત્ય એ છે કે ફંક્શનમાં સલમાને માત્ર તેની બહેન અર્પિતા સાથે પોઝ આપ્યો હતો. આ ફોટો રિયલ નથી પરંતુ AI દ્વારા જનરેટ કરવામાં આવેલ છે. તસવીરમાં સલમાન ખાન સાથે ઉભેલી ઐશ્વર્યા રાય નથી. આ તસવીર સંપૂર્ણપણે નકલી છે. આ તસવીર બે અલગ-અલગ ફોટોગ્રાફ્સને જોડીને તૈયાર કરવામાં આવી છે. વાસ્તવિક તસવીરમાં સલમાન ખાન તેની બહેન અર્પિતા ખાન સાથે છે. જે બાદ સમાચાર આવવા લાગ્યા કે ઐશ્વર્યા રાય અને સલમાન ખાને એકસાથે ફોટો ક્લિક કર્યા છે. પરતું આ ફોટો નકલી છે.


પતિ અભિષેકથી અલગ થઈ રહી છે ઐશ્વર્યા?

 આ દિવસોમાં ઐશ્વર્યા રાયના પતિ અભિષેક બચ્ચનથી અલગ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. અનંત અંબાણીના લગ્નના ફંક્શનમાં પણ ઐશ્વર્યા બચ્ચન પરિવાર સાથે જોવા મળી ન હતી. જ્યારે અભિષેક બચ્ચન તેની માતા જયા અને બહેન શ્વેતા સાથે પહોંચ્યા હતા, ત્યારે ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યા સાથે અલગ દેખાતી હતી.

90ના દાયકામાં સલમાન-ઐશ્વર્યાના પ્રેમપ્રકરણની ચર્ચાઓ હતી

ઐશ્વર્યા રાય અને સલમાન ખાને 90 ના દાયકાના અંતમાં એકબીજાને ડેટ કર્યા હતા, તે સમયે તેમની લવ સ્ટોરી વિશે ઘણી ચર્ચા થઈ હતી. જોકે, થોડા સમય પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને બંને સ્ટાર્સ અલગ થઈ ગયા.



  • Follow us on: