• શાહરૂખ ખાને કારકિર્દીમાં ઘણી ટોચની હિરોઈન સાથે કામ કર્યું
  • શાહરૂખ ખાનની ફિલ્મ 'ચલતે ચલતે' વર્ષ 2003માં રીલિઝ થઈ હતી
  • ઐશ્વર્યાને 'ચલતે ચલતે' ફિલ્મમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો

શાહરૂખ ખાન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર છે. તેણે પોતાની કારકિર્દીમાં ઘણી ટોચની હિરોઈન સાથે કામ કર્યું છે. શાહરૂખે ઐશ્વર્યા રાય બચ્ચન સાથે 'જોશ' અને 'દેવદાસ' જેવી ફિલ્મોમાં પણ સ્ક્રીન શેર કરી છે, પરંતુ એક વખત સલમાન ખાનના કારણે શાહરૂખ ખાને ઐશ્વર્યા રાય બચ્ચનને પોતાની ફિલ્મમાંથી બહાર કરી દીધી હતી.

શાહરૂખ ખાનની ફિલ્મ 'ચલતે ચલતે' વર્ષ 2003માં રીલિઝ થઈ હતી. આમાં રાની મુખર્જી કિંગ ખાનની સામે જોવા મળી હતી. બહુ ઓછા લોકો જાણતા હશે કે આ ફિલ્મની શરૂઆત ઐશ્વર્યા રાય બચ્ચનથી થઈ હતી, પરંતુ સેટ પર કંઈક એવું બન્યું જેના પછી ઐશ્વર્યા રાય બચ્ચનને ફિલ્મમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો.

શાહરૂખ ખાને કર્યો ખુલાસો

એક અહેવાલ અનુસાર, શાહરૂખ ખાનનો એક જૂનો ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે કહ્યું હતું કે જ્યારે ફિલ્મ 'ચલતે ચલતે'માં ઐશ્વર્યા રાયને રિપ્લેસ કરવામાં આવી ત્યારે તે ખૂબ જ દુખી હતો. જોકે, તેણે સ્પષ્ટ કહ્યું કે તે સમયે તેના હાથ બંધાયેલા હતા. શાહરૂખ ખાન 'ચલતે ચલતે'નો હીરો જ નહીં પણ નિર્માતા પણ હતો.

શાહરૂખ ખાને કહ્યું, 'હું ખૂબ જ દુઃખી હતો, ઐશ્વર્યા મારી ખૂબ જ નજીકની મિત્ર હતી. મેં તેની સાથે ઘણી અદ્ભુત ફિલ્મો કરી છે અને હું ખરેખર કહેવા માંગુ છું કે તે મારી પ્રિય સહ-અભિનેત્રીઓમાંની એક રહી છે. અમે જોશ, મોહબ્બતેં, દેવદાસમાં સાથે કામ કર્યું છે. તેની સાથે કામ કરવાની ઘણી મજા આવી. અંગત રીતે, મને ખૂબ જ દુઃખ થયું હતું અને મને ખરેખર ખરાબ લાગ્યું હતું.

એક નિર્માતા તરીકે મારા હાથ બંધાયેલા હતા: કિંગ ખાન

કિંગ ખાને કહ્યું, 'એક નિર્માતા તરીકે મારા હાથ બંધાયેલા હતા કારણ કે હું એકલો નિર્માતા ન હતો. યુટીવી પણ અમારી સાથે કામ કરતું હતું. આ 10 થી 11 લોકોનો નિર્ણય હતો. અમે નિર્માતા તરીકે સારું કામ કરી શક્યા ન હતા. બધું દાવ પર હતું. કંપનીની આખી પ્રતિષ્ઠા દાવ પર હતી. તેણે કહ્યું, 'અમે ત્રણથી ચાર મહિનામાં ફિલ્મ પૂરી કરવા માગતા હતા. વ્યક્તિગત રીતે, જો તમે મને પૂછો તો, ઐશ્વર્યા ખૂબ જ પ્રોફેશનલ છે, પરંતુ અમે આ સમગ્ર ઘટનાથી થોડા દુ:ખી થયા હતા અને અમને લાગ્યું કે આવું ન થવું જોઈએ. આ એક પ્રોફેશનલ નિર્ણય હતો અને પ્રોફેશનલી અમને પણ ખૂબ જ ખરાબ લાગ્યું અને તેમાં કોઈ શંકા નથી.

આ કારણે ઐશ્વર્યાને ફિલ્મમાંથી નિકાડી હતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાને 'ચલતે ચલતે'ના સેટ પર ખૂબ જ હંગામો મચાવ્યો હતો. તે સમયે તે ઐશ્વર્યાને ડેટ કરી રહ્યો હતો. જોકે, બાદમાં સલમાન અને ઐશ્વર્યાએ શાહરૂખ ખાનની માફી માંગી હતી, પરંતુ બાદમાં ઐશ્વર્યા રાયની જગ્યાએ રાની મુખર્જીને ફિલ્મ માટે કાસ્ટ કરવામાં આવી હતી. આ ઘટના બાદ શાહરૂખ ખાને ઘણા વર્ષો સુધી ઐશ્વર્યા રાય બચ્ચન સાથે કામ કર્યું ન હતું. જોકે, શાહરૂખ ખાન પણ 2016માં રિલીઝ થયેલી કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ'માં ઐશ્વર્યા રાય બચ્ચન સાથે જોવા મળ્યો હતો.


  • Follow us on: