- આમિર ફરી કોઈ નવા લૂકમાં જોવા મળશે
- આ વખતે બન્ને વચ્ચેની કેમેસ્ટ્રી પર નજર
- લોકો સ્ક્રિપ્ટ અંગે વાતચીત કરી રહ્યા છે
છેલ્લા કેટલાક વર્ષોમાં આમિર ખાનનું નામ અભિનેત્રી ફાતિમા સના શેખ સાથે જોડાઈ ગયું છે. જો કે આ મામલે બંનેએ ક્યારેય પોતાનું મૌન તોડ્યું નથી. તેઓ પહેલીવાર ફિલ્મ દંગલમાં અને ત્યાર બાદ ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં સાથે જોવા મળ્યા હતા. કહેવાય છે કે ફાતિમા સના શેખને ઠગ્સ ઑફ હિન્દોસ્તાન આમિરની સલાહ પર જ મળી હતી. આ દરમિયાન આમિરે તેની બીજી પત્ની કિરણ રાવથી છૂટાછેડા લીધા હતા. જેને લઈને એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ફાતિમા સાથે આમિરની નિકટતા આ માટે જવાબદાર છે.
ફાઈનલ થઈ ગયું નામ
વેલ, હવે આમિર-ફાતિમાની જોડીને લઈને એક નવી અપડેટ સામે આવી છે. ગયા વર્ષે લાલ સિંહ ચઢ્ઢાના ફ્લોપ પછી, આમિર તેની આગામી ફિલ્મ સિતારે જમીન પર સાથે પુનરાગમન કરવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં ફાતિમા સના શેખ લીડ એક્ટ્રેસ તરીક હશે. આમિર ખાને આ કોમેડી ડ્રામા માટે ફાતિમાને ફાઈનલ કરી છે. આ ફિલ્મનું નિર્દેશન અદ્વૈત ચંદન કરશે. આ પહેલા તે સિક્રેટ સુપરસ્ટાર અને લાલ સિંહ ચઢ્ઢાના ડાયરેક્ટર હતા. અદ્વૈત સ્ક્રિપ્ટને આખરી ઓપ આપી રહી છે અને તેનું શૂટિંગ આવતા વર્ષે માર્ચ સુધીમાં શરૂ થશે.
ધક ધકમાં જોવા મળી હતી
એક સ્ત્રોતને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે, આમિર ખાને અગાઉ ફાતિમા સના શેખને મલયાલમ ફિલ્મ જય જય જય જય હે ની હિન્દી રિમેક માટે સાઈન કરી હતી, પરંતુ તે પ્રોજેક્ટ આગળ વધ્યો નહોતો. આ પછી આમિર ખાનને આ ફિલ્મમાં ફાતિમાને પોતાની સાથે લેવાનો અદ્વૈત ચંદનનો વિચાર પસંદ આવ્યો. જ્યારે આમિરે ફાતિમા સના શેખ સાથે વાત કરી તો તેણે તરત જ તેને મંજૂરી આપી દીધી. 2016માં દંગલથી ડેબ્યૂ કરનાર ફાતિમા સના શેખ હાલમાં જ ફિલ્મ ધક ધકમાં જોવા મળી હતી. તેની વધુ બે ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે.