• આમિર પુત્રનાં સ્વભાવને લીધે હંમેશા રહે છે ચિંતિત

  • સ્ટાર કીડ હોવા છતાં કરે છે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી
  • જુનૈદે પિતા આમિર પાસેથી કાર લેવાની ના પાડી દીધી

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. આમિર ખાનની સાથે તેમની પુત્રી ઇરા ખાન અને પુત્ર જુનૈદ ખાન પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં આમિર ખાને એક ઈન્ટરવ્યુમાં પોતાના પુત્ર જુનૈદ વિશે વાત કરી હતી.

આમિરને જુનૈદનો ડર

આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે જો તેઓ કોઈથી ડરે છે તો તે જુનૈદ છે. આમિરે એ પણ કહ્યું કે તેમણે જુનૈદને કાર આપવા માંગતા હતાં પરંતુ તેણે પિતા આમિર પાસેથી કાર લેવાની ના પાડી દીધી.

જુનૈદને લઈને ચિંતા

આમિર ખાને એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તે તેના પુત્ર જુનૈદ ખાનને લઈને ખૂબ જ ચિંતિત છે અને તેનું કારણ તેનો સ્વભાવ છે. આમિર ખાને કહ્યું કે જુનૈદ તેમનો પુત્ર હોવા છતાં પણ તે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરે છે. તેની પાસે પોતાની કાર પણ નથી. આટલું જ નહીં, તેણે કહ્યું કે જુનૈદ ફ્લાઈટને બદલે બસ અને ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે.

પુત્રની ફિલ્મમાં કેમિયો

આમિર ખાને તેમના પુત્ર જુનૈદ ખાન વિશે જણાવ્યું હતું કે તે ફિલ્મ પ્રોડ્યુસર તરીકેની કારકિર્દી 'પ્રીતમ પ્યારે'થી શરૂ કરવા જઈ રહ્યો છે. જેમાં આમિર પણ કેમિયો રોલમાં જોવા મળશે. જુનૈદ તેની અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત આગામી સીરીઝ મહારાજાથી કરશે જે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આમિર ખાને પુત્રનાં આગામી પ્રોજેક્ટની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તે આગામી ફીચર ફિલ્મ 'સિતારે જમીન પર'માં લીડ રોલમાં જોવા મળશે.

જુનૈદને લઈને ટેન્શનનું કારણ

આમિરે કહ્યું કે તેનો પુત્ર જુનૈદ શાંત સ્વભાવનો છે અને તે હંમેશા ક્લાસમાં ટોપ કરે છે પરંતુ તેને લોકો સાથે વધુ વાત કરવાનું પસંદ નથી. આમિર ખાને કહ્યું, “જુનૈદનો ગંભીર અને શાંત સ્વભાવ હંમેશા આમિર અને તેની પત્ની રીના માટે ચિંતાનો વિષય રહ્યો છે. જુનૈદનું વર્તન શરૂઆતથી જ એકદમ અલગ રહ્યું છે અને તે પોતાની જિંદગી પોતાની રીતે જીવવા માંગે છે.

સૌથી મોટો ક્રિટિક

તાજેતરની એક ઘટનાનું વર્ણન કરતાં, અભિનેતાએ કહ્યું, “થોડા સમય પહેલા જ્યારે તે પુડુચેરીમાં હતો ત્યારે તેણે મને કહ્યું હતું કે તે તેના મિત્રના લગ્નમાં હાજરી આપવા બેંગલુરુ જઈ રહ્યો છે. તે ખૂબ જ સ્વતંત્ર વ્યક્તિ છે અને પોતાનું જીવન પોતાની રીતે જીવવાનું પસંદ કરે છે.” આમિર જુનૈદને પોતાનો સૌથી મોટો ટીકાકાર માને છે. તેમણે કહે છે કે “જુનૈદ ટાઈમને લઈને ખૂબ જ પંક્ચ્યુઅલ છે. જો હું ક્યારેય તેની મીટિંગમાં મોડો કરું તો તે મને ઠપકો આપે છે.


  • Follow us on: