બોલીવુડના ભાઇજાન પોતાના સ્વેગ માટે જાણીતા છે. ત્યારે આગામી ફિલ્મ "સિકન્દર"ને લઇને તેમની ચર્ચા થતી રહે છે. આ ફિલ્મના દિગ્દર્શકથી લઇને ફિલ્મની સ્ટાર કાસ્ટ સુધી તમામ વસ્તુઓ ટોક ઓફ ધ ટાઉન રહી છે. ત્યારે ફિલ્મ "સિકન્દર" માટે સલમાન ખાન અને અન્ય સ્ટાર કાસ્ટે કેટલી ફી લીધી છે. તે મુદ્દે હાલ ચર્ચાનો દૌર શરુ છે. ફિલ્મ "સિકન્દર"માં બોલીવુડ અને સાઉથના સ્ટારનો કોમ્બો જોવા મળશે.


કરોડોની ફી લે છે સ્ટાર કલાકાર

દબંગ ખાન સલમાન ખાન પોતાની ફિલ્મ માટે 150થી 160 કરોડ રૂપિયા ફી લે છે. પરંતુ તેઓએ ફિલ્મ "સિકન્દર" માટે માત્ર 120 કરોડ રૂપિયાની ફી ચાર્જ કરી છે. સલમાન ખાન પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ "સિકન્દર"થી વાપસી કરશે. સાજિદ નાડિયાદવાલાના પ્રોડક્શન હાઉસમાં બનનારી આ ફિલ્મ ઇદના તહેવાર પર રીલિઝ થશે. જેને સાઉથની ફિલ્મના ડિરેક્ટર એઆર મુર્ગદાસ નિર્દેશિત કરી રહ્યા છે. એક્શન થ્રિલરથી ભરપૂર ફિલ્મ "સિકન્દર"માં બોલીવુડ અને દક્ષિણ ભારતના સ્ટાર એકસાથે જોવા મળશે.

તગડી ફીની રકમ લીધી

સલમાન ખાનની સાથે રશ્મિકા મંદાના, કાજલ અગ્રવાલ, પ્રતિક બબ્બર, શરમન જોશી અને કટપ્પાની ભૂમિકાથી પ્રખ્યાત થનાર સત્યારાજ પણ આ ફિલ્મમાં જોવા મળશે. આ સ્ટારે પણ ફિલ્મ "સિકન્દર" માટે તગડી ફીની રકમ લીધી છે. રશ્મિકા મંદાનાએ 5 કરોડની ફી લીધી છે. તો કાજલ અગ્રવાલે 3 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તો બીજી તરફ, શરમન જોશીને 75 લાખ રૂપિયા અને સત્યરાજને 50 લાખ જેટલી ફી આપવામાં આવી છે. તો આ તરફ, પ્રતિક બબ્બરે 60 લાખ રૂપિયા ફી લીધી છે. 

  • Follow us on: