ગૌહર ખાને ટેલિવિઝનથી લઈને ફિલ્મો સુધી પોતાના અભિનયથી લોકોના દિલમાં સ્થાન બનાવ્યું છે. ગૌહર ખાને હાલમાં જ પોતાનું પોડકાસ્ટ લોન્ચ કર્યું છે. આ દરમિયાન પોડકાસ્ટમાં તેને પોતાના અંગત જીવનની વાતો પણ કરી છે, તેમજ સાથે તેને એક્ટર સુનિલ શેટ્ટીએ આપેલા નિવેદન પર વાત કરી છે. સુનિલ શેટ્ટીએ પોતાની દિકરી આથિયાની ડિલીવરી પર વાત કરી અને કહ્યું હતું કે સી-સેકશન સરળ હોય છે.
થોડા સમય પહેલા ગૌહરે તેના પતિ ઝૈદ દરબાર સાથે તેના બીજા બાળકની આગમનની ખુશી શેર કરી હતી. તે દરમિયાન ગૌહરે પોતાની પહેલી પ્રેગનેન્સી વિશે વાત કરી. એકટ્રેસે સુનીલ શેટ્ટીના નિવેદન પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. સુનિલે પોતાની છોકરી આથિયા વિશે વાત કરતાં કહ્યું હતું કે, સી-સેક્શન સરળ હોય છે. તેમજ અમે નોર્મલ ડિલિવરીનો વિક્લપ પસંદ કર્યો હતો. આ વાત પર ગૌહરે કહ્યું કોઈ આવું કેવી રીતે કહી શકે.













