છેલ્લા કેટલાક દિવસોથી, ગોવિંદા અને સુનિતા આહુજાના છૂટાછેડાના સમાચાર બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં આગની જેમ ફેલાઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સુનિતા આહુજાએ તેના પતિ ગોવિંદાથી અલગ થવાનો નિર્ણય લીધો છે.


પરંતુ, આ સમાચારોમાં ઘણી અલગ અલગ બાબતો સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોવિંદા 30 વર્ષની મરાઠી એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ બંને વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં, ગોવિંદાના વકીલે ખુલાસો કર્યો કે સુનિતાએ 6 મહિના પહેલા છૂટાછેડાની નોટિસ મોકલી હતી. પરંતુ ગોવિંદાએ પોતે પોતાની કુંડળીમાં બે લગ્નોનો ઉલ્લેખ કર્યો છે.

ગોવિંદાએ 2 લગ્ન વિશે કરી વાત

સુનિતા અને ગોવિંદા છેલ્લા ઘણા વર્ષોથી અલગ ઘરમાં રહે છે. ગોવિંદા ફક્ત 100 પગલાં દૂર એક અલગ ઘરમાં રહે છે. જ્યારે સુનિતા તેના બે બાળકો સાથે અલગ રહે છે. પરંતુ સુનિતા કહે છે કે ગોવિંદા પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત છે. તે પોતાની મીટિંગ્સ અને લોકોને મળવાને કારણે અલગ રહે છે જેથી તેને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક જૂનો ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગોવિંદા પોતાના બે લગ્નો વિશે વાત કરતા જોવા મળે છે.

ગોવિંદાએ સુનિતા સાથેના પોતાના સંબંધો વિશે કરી વાત

ગોવિંદાએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “હું સુનિતા સાથે કોઈ પણ સંબંધમાં ગંભીરતાથી જોડાવા માંગતો ન હતો. તો મને એવી છોકરી જોઈતી હતી જેની સાથે હું મજા કરવા માટે બહાર જઈ શકું. આનું કારણ એ હતું કે હું ફિલ્મોમાં રોમેન્ટિક દ્રશ્યો કરવામાં સહજ નહોતો. પછી ભાઈ કીર્તિએ મને કહ્યું કે જો હું વાસ્તવિક જીવનમાં રોમાન્સ કરી શકું છું, તો હું રીલ લાઈફમાં પણ સારો રોમાન્સ કરી શકું છું. ત્યારથી જ સુનિતા સાથે મારી મુલાકાતો વધવા લાગી."

ગોવિંદાએ બે લગ્ન વિશે કર્યો ખુલાસો

આ જ ઈન્ટરવ્યુમાં ગોવિંદાએ એમ પણ કહ્યું હતું કે, “હું અને નીલમ ત્યારે મળ્યા હતા જ્યારે મારું સુનિતા સાથે અફેર હતું. જ્યારે મેં તેને પહેલી વાર જોઈ, ત્યારે હું તેને જોતો જ રહ્યો. આ કહેતી વખતે તેને નીલમ પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કર્યો. ગોવિંદાના મતે, જ્યારે પણ તે નીલમ સાથે લગ્ન વિશે વાત કરતો ત્યારે તે ટાળતી. કારણ કે તે જાણતી હતી કે આ લગ્ન ટકશે નહીં. ઈન્ટરવ્યુમાં ગોવિંદાએ પોતાના બે લગ્નો વિશે પણ વાત કરી.

ગોવિંદાએ કહ્યું કે કદાચ ભવિષ્યમાં તે કોઈ બીજી છોકરી સાથે સંબંધ બાંધી શકે છે. ગોવિંદા તે છોકરી સાથે લગ્ન કરશે. સુનિતાએ આ માટે તૈયાર રહેવું જોઈએ. તો જ તે સ્વતંત્ર બની શકશે. ગોવિંદાએ એમ પણ કહ્યું કે મારી કુંડળીમાં બે લગ્નની સંભાવના છે.


  • Follow us on: