- હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના થયા છૂટાછેડા
- નતાશા ક્યારેય અગસ્ત્યને નહીં છોડે મળી હિંટ
- હું તને ક્યારે પણ નહીં છોડું હંમેશા તારી સાથે રહીશ: નતાશા
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાના સમાચારમાંથી ફેન્સ હજુ પણ બહાર આવી શક્યા નથી. 30 જુલાઈ 2024ના રોજ આ કપલના પુત્ર અગસ્ત્યનો જન્મદિવસ હતો. અગસ્ત્ય હવે ચાર વર્ષનો છે. તેમના પુત્રના જન્મદિવસ પર તેના માતા-પિતાએ સોશઇયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
નતાશા સ્ટેનકોવિક તેના પુત્ર અગસ્ત્ય સાથે તેના વતન સર્બિયામાં છે. હાર્દિક પંડ્યાએ લાડલા દિકરાના જન્મદિવસ પર ખાસ પોસ્ટ કરી હતી અને તેના પર જોરદાર પ્રેમ વરસાવ્યો હતો. આ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટને જોઈને અંદાજ લગાવી શકાય છે કે આ સમયે હાર્દિક તેના પુત્ર માટે કેટલો તલપાપડ છે.
નતાશાએ પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી
નતાશા હાલમાં તેના પુત્ર સાથે રજાઓ માણી રહી છે. અગસ્ત્યના જન્મદિવસ પર નતાશાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વખતે નતાશાએ પોતાના પુત્રનો જન્મદિવસ હાર્દિક પંડ્યા વગર ઉજવ્યો હતો. તેના જન્મદિવસ પર નતાશાએ તેના પ્રિયજનની કેટલીક તસવીરો શેર કરી છે. એક તસવીરમાં અગસ્ત્ય અને નતાશા ઝૂમાં એન્જોય કરતા જોવા મળે છે. તો બીજી તસવીરમાં નતાશા તેના પુત્રને હાથમાં પકડી રહી છે. બીજી તસવીરમાં નતાશા અને અગસ્ત્યના પડછાયાની છે જેમાં મા-દીકરો એકબીજાનો હાથ પકડેલા જોવા મળે છે.
આ દરમિયાન નતાશાએ પુત્ર માટે ખાસ નોટ લીખી હતી અને કહ્યું હતું કે, હું તને ક્યારે પણ નહીં છોડું હંમેશા તારી સાથે રહીશ. તું મારે માટે ખૂબ જ મહત્વનો છે અને હું તને ખૂબ જ પ્રેમ કરૂં છું. સાથે જ એ વાતથી અંદાજો લગાવી શકાય છે કે, છૂટાછેડા બાદ અભિનેત્રી તેના પુત્ર સાથે ખૂબ જ વધારે સમય વિતાવી રહી છે અને પિતા હાર્દિક પંડ્યાની યાદ ન આવે તે માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ વાતથી અનુમાન લગાવી શકાય છે કે, એક સમય બાદ પુત્ર અગસ્ત્ય તેના પિતાને યાદ નહીં કરે.
નતાશા-હાર્દિક અલગ થયા
તમને જણાવી દઈએ કે 18 જુલાઈના રોજ આ કપલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જાણકારી આપી હતી કે હવે તેઓ અલગ થઈ રહ્યા છે. ચાર વર્ષ સાથે રહ્યા બાદ આ કપલે હવે અલગ થવાનો નિર્ણય લીધો છે. જો કે, તેણે તેની પોસ્ટમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તે બંને તેમના પુત્રનો ઉછેર એટલે કે સહ-પેરેન્ટિંગ કરશે.
નતાશાએ પોતાના નામમાંથી પંડ્યા સરનેમ કાઢી નાખી
ગયા વર્ષ સુધી હાર્દિક અને નતાશા વચ્ચે બધુ બરાબર હતું. પરંતુ અચાનક આ કપલ વચ્ચે શું થયું ખબર નહીં છૂટાછેડાની સ્થિતિ આવી ગઈ. તેમના છૂટાછેડાના સમાચારે મીડિયામાં જોર પકડ્યું જ્યારે નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર તેના નામમાંથી પંડ્યા સરનેમ હટાવી દીધી હતી. આ પછી 4 માર્ચે નતાશાનો જન્મદિવસ હતો પરંતુ હાર્દિક પંડ્યાએ ન તો તેના માટે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ શેર કરી કે ન તો કોઈ ઈન્સ્ટા સ્ટોરી બનાવી.
IPL 2024 દરમિયાન નતાશાએ હાર્દિકને સપોર્ટ ન કર્યો
તમામ ચાહકોને લાગ્યું કે IPL પૂરી થઈ ગઈ છે હવે જ્યારે હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે શાનદાર વાપસી કરી છે તો નતાશા ચોક્કસપણે તેને ઉત્સાહિત કરશે. પરંતુ નતાશાએ આ સમયે પણ મૌન જાળવી રાખ્યું હતું. જો કે, આ દરમિયાન તે હંમેશા કૃણાલ પંડ્યાની પોસ્ટને લાઈક અને કોમેન્ટ કરતી હતી.