- છૂટાછેડાની અફવાઓ વચ્ચે ઐશ્વર્યા રાય ન્યૂયોર્કથી પરત ફરી
- છૂટાછેડાની અફવાઓ વચ્ચે પેપ્સે અભિનેત્રીને પૂછ્યા હાલચાલ
- પેપ્સના સવાલ પર અભિનેત્રીએ કહ્યું-'બધું બરાબર છે, આભાર.'
બચ્ચન પરિવારનો ઘરકંકાસ હવે જગજાહેર થઈ ગયો છે કારણ તે તેના પુરાવા સતત લોકો સામે આવી રહ્યા છે. ઐશ્વર્યા રાય 15 દિવસથી લાડલી દિકરી સાથે ન્યૂયોર્કમાં હતી. એવી ચર્ચા હતી કે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચેનો મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો છે. આ કથિત ચર્ચાઓ વચ્ચે ઐશ્વર્યા ભારત પરત ફરી છે. ભારત પાછા આવ્યા બાદ અભિનેત્રીએ પેપ્સને સવાલોના જવાબ આપ્યા છે.
અમિતાભ બચ્ચન, જયા બચ્ચન સાથે પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન તેમની ફિલ્મ અને અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. છેલ્લા ઘણા દિવસોથી બચ્ચન પરિવારમાં મતભેદના સમાચાર ચર્ચામાં છે. ત્યારે હવે અભિનેત્રીએ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે જેની ફેન્સ લાંબા સમયથી રાહ જોતા હતા.
ફેન્સના મનમાં હતા આ સવાલો
શું ચાલી રહ્યું છે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે? શું બંને વચ્ચે કોઈ મતભેદ છે કે પછી આ માત્ર અફવાઓ છે? ફેન્સ આ સવાલોના જવાબ જાણવા માંગે છે. 15 દિવસ બાદ ઐશ્વર્યા આજે સવારે પુત્રી આરાધ્યા સાથે ભારત પરત ફરી છે. છૂટાછેડાની અફવાઓ વચ્ચે તેણે કંઈક એવું કહ્યું જેની ફેન્સ રાહ જોઈ રહ્યા હતા.
હકીકતમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન અલગ-અલગ પહોંચ્યા હતા ત્યારબાદ બચ્ચન પરિવારમાં મતભેદના સમાચાર ચર્ચાનો વિષય બની ગયા છે. અત્યાર સુધી તે ઠીક હતું પરંતુ અભિષેક બચ્ચને એક્સ પર છૂટાછેડાની પોસ્ટ લાઈક કરતાની સાથે જ આવી અફવાઓને વેગ આપ્યો હતો.
ઐશ્વર્યા રાયે આપ્યો આ જવાબ
આ અટકળો વચ્ચે ઐશ્વર્યા આજે વહેલી સવારે પુત્રી આરાધ્યા સાથે ન્યૂયોર્કથી પરત ફરી છે. 'તાલ' અભિનેત્રી પેપ્સ સાથે વાતચીત કરતી વખતે ખૂબ જ ખુશ મૂડમાં જોવા મળી હતી. છૂટાછેડાની અફવાઓ વચ્ચે પેપ્સે તેણીને ગુડ મોર્નિંગની શુભેચ્છા પાઠવી અને તેણીએ હસીને જવાબ આપ્યો હતો.
એક પાપારાઝીએ પૂછ્યું હતું કે, 'મેમ, કેમ છો?' આના જવાબમાં તેણે હસતાં હસતાં કહ્યું હતું કે, 'બધું બરાબર છે, આભાર.' જ્યારે એક પાપારાઝીએ તેની સાથે ફોટો લેવાનું કહ્યું ત્યારે તે વધુ હસી અને આરાધ્યા કારમાં સલામત રીતે બેસી ગઈ હતી. ત્યારબાદ તે એરપોર્ટ સ્ટાફ સાથે સેલ્ફી લેતી જોવા મળી હતી.
અભિનેત્રીની નમ્રતાએ ઇન્ટરનેટ પર લોકોના દિલ જીતી લીધા હતા. સેલ્ફી લીધા પછી તેણે એરપોર્ટ સ્ટાફને 'ગોડ બ્લેસ' કહ્યું અને કારમાં બેસીને બધાનો આભાર પણ માન્યો હતો. નેટીઝન્સ હવે અભિનેત્રીને 'ક્વીન' કહી રહ્યા છે.