ટીવી અભિનેત્રી અને કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાન લગ્નના બંધને બંધાય છે. અભિનેત્રીએ પોતાનાથી એક વર્ષ નાના ફિલ્મ મેકર રોકી જયસ્વાલ સાથે લગ્ન કર્યા છે. 13 વર્ષના અફેર બાદ હિના ખાન અને રોકી જયસ્વાલ હંમેશા માટે એકબીજાના થયા છે.
હિના ખાન અને રોકી જયસ્વાલ અલગ અલગ ધર્મના છે. અભિનેત્રી મુસ્લિમ છે ત્યારે રોકી હિન્દુ ધર્મનો છે. આવી સ્થિતિમાં, ફેન્સ જાણવા માંગે છે કે આ કપલે લગ્ન કરવા માટે કયા ધર્મના રીતરિવાજોનું પાલન કર્યું છે.
ક્યાં રીતરિવાજો પ્રમાણે થયા હિના-રોકીના લગ્ન?
અભિનેત્રી હિના ખાન કેન્સર સામે ઝઝૂમી રહી છે આ વચ્ચે અભિનેત્રી રોકી જયસ્વાલ સાથે લગ્નના બંધને બંધાય છે. જોકે કપલે ન તો નિકાહ કર્યા છે ન તો હિંદુ ધર્મના રીતરિવાજો પ્રમાણે સાત ફેરા ફર્યા છે. હિના અને રોકીએ તેમના લગ્નની નોંધણી કરાવી છે જેનો ખુલાસો તેમના લગ્નની તસવીરો પરથી કરી શકાય છે. હકીકતમાં હિના ખાન એક ફોટોમાં રોકી સાથે કોર્ટ મેરેજ પેપર પર સાઈન કરતી જોવા મળી રહી છે.
હિના ખાને શેર કરી પોસ્ટ
હિના ખાને પોતાના લગ્નની તસવીરો શેર કરતા ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે 'બે અલગ અલગ દુનિયામાંથી, અમે પ્રેમનું બ્રહ્માંડ બનાવ્યું. અમારા મતભેદો દૂર થયા, અમારું દિલ એક થયું જેનાથી એક એવું બંધન બનાવ્યું જે જીવનભર ટકી રહેશે. અમે અમારું ઘર, અમારો પ્રકાશ, અમારી આશા છીએ અને સાથે મળીને અમે બધી સમસ્યાઓનો સામનો કરી શકીએ છીએ. આજે અમારું મિલન હંમેશા માટે પ્રેમ અને કાયદામાં સીલ થઈ ગયું છે. અમે પત્ની અને પતિ તરીકે તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓ માગીએ છીએ.
હિના ખાને પહેરી સુંદર સાડી
તેણે ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરીને ફેન્સને આ ખુશખબર આપી હતી. લગ્ન માટે અભિનેત્રીએ મનીષ મલ્હોત્રાની ઓપલ ગ્રીન સાડી પસંદ કરી હતી. તેને આછા ગુલાબી રંગના બ્લાઉઝ સાથે તેણે પહેરી હતી. હિનાએ માથા પર આછા પિંક કલરનો દુપટ્ટો પણ પહેર્યો હતો. આ લુકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી.