• એક્ટ્રેસ બ્રેસ્ટ કેન્સરના સ્ટેજ 3થી પીડિત
  • મને અનેક લોકોએ બચાવી છેઃ હિના
  • એક્ટ્રેસને છે જીવનથી અનેક આશા

જાણીતી એક્ટ્રેસ હિના ખાન હાલમાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. હિના રોજ કોઈને કોઈ પોસ્ટ શેર કરતી રહે છે. ઉલ્લેખનીય છે કે હિના ખાન બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજ પર છે. એવામાં તે પોતાનું ધ્યાન રાખી રહી છે અને તેની હિંમત પણ પોતે જ બની રહી છે. હાલમાં હિના ખાને એક નવી પોસ્ટ શેર કરી છે. જેને જોતાં લાગે છે કે એક્ટ્રેસ ખૂબ જ પરેશાન છે.


એક્ટ્રેસે શેર કરી પોસ્ટ

હિના ખાને ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે તેમાં તેઓએ લખ્યું છે કે તેઓ કહે છે કે કોઈ તમને બચાવવા નથી આવી રહ્યું પરંતુ મને તો અનેક લોકોએ બચાવી છે. પછી ભલે તેમનો ઈરાદો ન હોય. આ કોઈ અજાણી સ્માઈલ, કોઈ પ્રાણી પ્રત્યેનો ઈશારો, કોઈ લેખકના શબ્દો, કોઈ ગીતના શબ્દો, કોઈ દોસ્તની નાની વાત પણ હોઈ શકે છે. આપણે સૌ દરેક દિવસે, નાની અને કામ વિનાની રીતે એકમેકને બચાવી રહ્યા છીએ.

આશાઓથી ભરેલી છે એક્ટ્રેસ

હાલમાં હિનાએ એક પોસ્ટ શેર કરી છે જેમાં એક્ટ્રેસ બારીની બહાર આકાશ જોઈ રહી છે. હિનાએ પોસ્ટને શેર કરતા લખ્યું કે Hai na… દિલના ઈમોજી અને એક દવાનું ઈમોજી. એક્ટ્રેસની પોસ્ટ પર ફેન્સે અનેક કમેન્ટ્સ કરી છે.

 

યૂઝર્સને ફરીથી થઈ હિનાની ચિંતા

એક યૂઝરે પોસ્ટને જવાબ આપતા લખ્યું કે હિના તમે હિંમતવાળા છો. તો અન્યએ લખ્યું કે તમે જલ્દી સાજા થઈ જશો. ત્રીજા યૂઝરે લખ્યું કે પરેશાન ન થાઓ. ભગવાન તમને જલ્દી સાજા કરી દેશે. તો અન્યએ કહ્યું કે તમારી હિંમતને કોઈ તોડી શકશે નહીં. આ સિવાય એક યૂઝરે એમ પણ કહ્યું કે તમારું દિલ ઘણું મોટું છે. આ પ્રકારની કમેન્ટ્સથી યૂઝર્સ હિનાની તાકાત વધારી રહ્યા છે.

બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજ સામે લડી રહી છે હિના

ઉલ્લેખનીય છે કે હાલમાં જ હિના ખાને તેના બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજ પર હોવાની જાણકારી ફેન્સની સાથે શેર કરી છે. હિનાએ એક પોસ્ટની મદદથી લોકોને બીમારીને વિશે જણાવ્યું છે. જ્યારે યૂઝર્સે હિનાની પોસ્ટને જોઈ તો કોઈને વિશ્વાસ ન થયો અને તમામ લોકોએ હિનાના સાજા થવાની કામના કરી. આજે પણ એક્ટ્રેસના ફેન્સ તેના માટે પરેશાન છે અને તેમના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરે છે.  

  • Follow us on: