• પોતાની નજીકના લોકોથી દુઃખી હતા ગુરુચરણ સિંહ
  • હું ઉધારીથી ભાગ્યો ન હતો, તે તો આજે પણ છે
  • રોજ ધોઈને એક જ ટીશર્ટ ફરીથી પહેરી લેતા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્ટર ગુરુચરણ સિંહે તેમના ગાયબ થવાના સમાચારથી ફક્ત ઈન્ડસ્ટ્રી નહીં પણ શોના ફેન્સને પણ આંચકો આપ્યો હતો. 25 દિવસ સુધી ગાયબ રહ્યા બાદ તેઓએ પોતે કેટલાક ખુલાસા કર્યા છે. તેઓએ કહ્યું કે શા માટે ગાયબ થયા અને કેટલા દિવસ કેવી રીતે જીવ્યા.

પોતાની નજીકના લોકોથી હતા દુઃખી

એક સમયે તેઓએ ખુલાસો કરતા કહ્યું કે તેમના ગુમ થવાનું સાચું કારણ એ હતું કે તેઓ પોતાની નજીકના લોકોથી ખૂબ જ હર્ટ રહેતા. આ માટે તેઓ બધું છોડીને જતા રહ્યા હતા. તેઓએ કહ્યું કે એક સમય આવે છે જ્યારે તમે પરિવાર અને સંસારથી અલગ થઈ જાઓ છો. કામ શોધવાની કોશિશ કરવાની સાથે હું નજીકના લોકોથી પણ હર્ટ થયો હતો. મને સતત રિજેક્શન મળી રહ્યા હતા. આ સાથે જ મેં એ પણ વિચારી રાખ્યું હતું કે કંઈ પણ થઈ જાય, આત્મહત્યાને વિશે નહીં વિચારું.

ઉધારી તો આજે પણ મારા પર છેઃ ગુરુચરણ સિંહ

ગુરુચરણ સિંહ કહ્યું કે હું ઉધારીના કારણે કે તેને ન ચૂકવી શકવાના કારણે ગાયબ થયો ન હતો. તેઓએ કહ્યું કે હું આ કારણે ગાયબ થયો ન હતો કે હું લોન ચૂકવી શક્યો નથી. ઉધાર તો આજે પણ મારા પર છે. અને ઉધાર લઈને અત્યાર સુધી ક્રેડિટ કાર્ડ અને ઈ.એમ.આઈની પેમેન્ટ માટે જઉં છું. મારા વિચારો સ્પષ્ટ છે.

17 દિવસ સુધી પહેર્યું એક જ ટ્રાઉઝર

ઘર છોડીને ગયેલા ગુરુચરણ સિંહે કહ્યું કે ઘણા મુશ્કેલ દિવસો જોયા. રેલવે પ્લેટફોર્મ અને બસ સ્ટેન્ડ પર રાતો વીતાવી. તેઓએ એમ પણ કહ્યું કે 17 દિવસ સુધી એક જ ટ્રાઉઝર પહેર્યું અને ભીના કપડાં પહેર્યા કેમકે તેમની પાસે બીજો કોઈ રસ્તો ન હતો. મને પૂરતી ઊંઘ મળી રહે તે માટે જનરલ ટિકિટ લઈને જનરલ ડબ્બામાં ટ્રાવેલ કરતો. રાત વીતાવવા કોઈ જગ્યા ન હોય તો રેલવે પ્લેટફોર્મ અને બસ સ્ટેન્ડ પર પણ સૂઈ જતો.જો કે અનેક કારણોએ રાતે સારી ઊંઘ મળતી ન હતી.

રોજ ધોઈને ટીશર્ટ ફરીથી પહેરી લેતા

ગુરુચરણ સિંહે કહ્યું કે રોજ પોતાની ટી શર્ટને ધોઈને ફરીથી પહેરતા. ક્યારેક ઓપ્શન ન હોય તો ભીની ટી-શર્ટ જ પહેરી લેતા. 22 એપ્રિલે ગુરુચરણને દિલ્હીથી મુંબઈની એક ફ્લાઈટ લેવાની હતી. પરંતુ તે ફ્લાઈટ પર ન પહોંચ્યા અને ગાયબ થઈ ગયા. 18મેના પરત આવ્યા. આ પછી પોલિસને કન્ફર્મ કર્યું કે તેઓ પર્સનલ કારણોને લીધે આધ્યાત્મની શોધમાં ગાયબ થયા હતા.  

  • Follow us on: