• એક્ટ્રેસ હિના ખાન કેન્સર સામે લડી રહી છે
  • એક્ટ્રેસને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર થયું છે
  • હાલમાં એક્ટ્રેસની મુશ્કેલીઓ વધી છે

ટીવી એક્ટ્રેસ હિના ખાને પોતાની એક્ટિંગથી ઘણા લોકોના દિલ જીતી લીધા છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરાનો રોલ પ્લે કરીને તેણે ઘણી લાઈમલાઈટ મેળવી હતી અને દરેક ઘરમાં ફેમસ બની હતી. એક્ટ્રેસ છેલ્લા કેટલાક દિવસોથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. હિના ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે તે બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાંથી પસાર થઈ રહી છે. જેની સારવાર પણ શરુ થઈ ગઈ છે. પરંતુ તેણે બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયા બાદ તેને રાતોરાત એક ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી.

આ ફિલ્મમાંથી એક્ટ્રેસને બહાર કરવામાં આવી

મળતી માહિતી મુજબ ડિઝની પ્લસ હોટસ્ટારની ફિલ્મ 'રાપ્ચિક રીટા'માં હિના ખાન જોવા મળવાની હતી. કોર્ટ ડ્રામા પર આધારિત આ ફિલ્મ છે. આમાં હિના ખાન લોયરના રોલમાં જોવા મળવાની હતી. પરંતુ જ્યારે મેકર્સને ખબર પડી કે એક્ટ્રેસ બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે, ત્યારે તેના હાથમાંથી ફિલ્મમાંથી નિકાળી દેવામાં આવી અને તેને રિપ્લેસ કરવામાં આવી હતી.

આ એક્ટ્રેસને મળી શકે છે ઓફર

મળતી માહિતી મુજબ હિના ખાનને આ ફિલ્મમાંથી નિકાળ્યા બાદ મેકર્સ બોલિવુડ એક્ટ્રેસ અદા શર્માને રોલ ઓફર કરી શકે છે. પરંતુ મેકર્સે હજુ સુધી આને લઈને કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું નથી. પરંતુ હિના ખાનના તમામ ફેન્સ આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ફેન્સનું કહેવું છે કે આ રીતે તેને ફિલ્મમાંથી કાઢી મૂકવી યોગ્ય નથી.

હાલમાં જ હિના ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે કીમોથેરાપી પહેલા વાળ કટ કરાવ્યા હતા. આ દરમિયાન હિનાની માતા પોતાની પુત્રીની આવી હાલતમાં જોઈને રડવા લાગી હતી. પરંતુ હિનાએ હિંમત હારી ન હતી અને આ સ્થિતિમાં પણ તેની માતાની કેર કરતી જોવા મળી હતી. હાલમાં, એક્ટ્રેસના ફેન્સ હિના ખાનના ઝડપથી રિક્વરી આવે તેની પ્રાર્થના કરી રહ્યા છે.

Image - Instagram

  • Follow us on: