અભિનેત્રી અને મોડેલ નતાશા સ્ટેનકોવિક ઘણીવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હાલમાં અભિનેત્રીએ તેના જીવન સાથે જોડાયેલી એક પોસ્ટ શેર કરી છે જેમાં તે તેને હાર્દિક પંડ્યાથી છૂટાછેડા બાદ પોતાને કેવી રીતે સંભાળી એ અંગે જણાવી રહી છે. અભિનેત્રી નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે હાલ મુંબઈમાં રહે છે અને અવાર-નવાર દિકરા સાથે જોડાયેલી તસવીરો અને યાદગાર ક્ષણો શેર કરતી રહે છે.
નતાશા સ્ટેનકોવિકએ કરી આ પોસ્ટ
નતાશાએ પોસ્ટ કરીને લખ્યું હતું કે, મારું આ વર્ઝન નસીબથી નથી આવ્યું. આ માટે ખૂબ જ મહેનત કરી હતી. વારંવાર મહેનત કરી હતી જ્યારે તે મુશ્કેલ હતું જ્યારે કોઈ જોતું ન હતું ત્યારે પણ. જો તમે પણ આ કરી રહ્યા છો તો તમે કરતા જ રહો.
નતાશાએ પોસ્ટમાં પોતાની મિરર સેલ્ફી શેર કરી છે. જેમાં તે વ્હાઈટ ટોપ અને ગ્રે પેન્ટમાં નજર આવી રહી છે. મિડલમાં પાર્ટ પાડીને હેર સ્ટાઈલ કરી છે અને સાથે જ તે નોમેકઅપ લુકમાં જોવા મળી રહી છે. નતાશાનો આ લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.
નતાશા અને હાર્દિકનું લગ્નજીવન અને છૂટાછેડા
નતાશા અને હાર્દિકના અંગત જીવનની વાત કરીએ તો, બંનેએ 2020માં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ 2023માં તેઓએ ફરીથી હિન્દુ અને ખ્રિસ્તી લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા. ફેન્સને હાર્દિક અને નતાશાની જોડી ખૂબ ગમતી હતી. જોકે, તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. બંનેએ 2024માં અલગ થવાની જાહેરાત કરી હતી. નતાશા અને હાર્દિક બંને સાથે મળીને તેમના પુત્રનો ઉછેર સાથે કરી રહ્યા છે. હાર્દિકથી અલગ થયા બાદ નતાશાએ ઘણી ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. નતાશાએ ખૂબ હિંમતથી પોતાની જાતને કાબૂમાં રાખી હતી. છૂટાછેડા બાદ થોડા સમય માટે પોતાના દેશમાં રવાના થઈ ગઈ હતી.