• વૉર ફિલ્મનું સ્પેનમાં થઈ રહ્યું છે શુટિંગ
  • સ્પેનના રસ્તાઓ પર કાફલો જોવા મળ્યો
  • યશરાજ ફિલ્મે કોઈ પ્રકારની વાત નથી કરી

ઋત્વિક રોશનની આગામી ફિલ્મ 'વોર 2'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. શૂટિંગની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં હૃતિક રોશનની સાથે દક્ષિણ ભારતીય સ્ટાર 'જુનિયર એનટીઆર' મુખ્ય ભૂમિકામાં છે. 'વોર 2'ના શૂટિંગની તસવીરો કેટલાક ઈન્ટરનેટ યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી છે. જો કે, યશ રાજ ફિલ્મ્સ અથવા અન્ય ટીમના સભ્યોએ આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ આપી નથી.

અયાન મુખર્જી જોવા મળ્યા

એવું કહેવામાં આવી રહ્યું છે કે 'વોર 2'નું શૂટિંગ સ્પેનમાં ચાલી રહ્યું છે. તસ્વીરોમાં દિગ્દર્શક અયાન મુખર્જી તેની ટીમના સભ્યો સાથે હાથમાં વોકી-ટોકી લઈને સ્પેનના રસ્તાઓ પર ચાલતા જોઈ શકાય છે. અન્ય એક તસવીરમાં સ્પેનનું એક સુંદર લોકેશન જોઈ શકાય છે, જેને ફિલ્મના સેટમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે, જ્યાં કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ શૂટિંગ કરશે. 'વોર 2'ના સેટની આ તસવીર પણ વાયરલ થઈ રહી છે, જેને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કોઈ કારનો પીછો કરતા દ્રશ્યની ઝલક છે. આ તસવીરમાં પણ 'વોર 2'ના કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સને સ્પેનની સડકો પર કારનો પીછો કરતા દ્રશ્યની તૈયારી કરતા જોઈ શકાય છે.

ફાઈટરનો લુક વાયરલ

ઋત્વિક રોશન અને જુનિયર એનટીઆર સિવાય ફિલ્મમાં કિયારા અડવાણીની હાજરીની માહિતી સામે આવી રહી છે. આ સિવાય એવી ચર્ચા છે કે તેમાં સલમાન ખાન અને શાહરૂખ ખાનનો કેમિયો હોઈ શકે છે. જોકે, વૉર ફિલ્મના દરેક લોકેશન ખૂબ જ મસ્ત રહ્યા છે. જ્યારે પણ આ ફિલ્મની ચર્ચા થાય છે આની ચર્ચા થયા વગર રહેતી નથી. જોકે, આ પહેલા ઋત્વિક રોશનની ફિલ્મ ફાઈટરલનો એક લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.


  • Follow us on: